સેટેલાઇટ ચોક નજીક આસ્થા વેન્ટિલામાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવી છે. પ્રેમ લગ્ન કર્યા હોવાથી માવતર બોલાવતા ન હોય ડિપ્રેશનમાં આવી દવા પી લીધાનું જાણવા મળ્યું છે.
શહેરના સેટેલાઇટ ચોકમાં આસ્થા વેન્ટિલા નામની સોસાયટીમાં રહેતા ઉષાબેન રવિભાઈ મહેતા (ઉ.વ.36)ની પરિણીતાએ બપોરે ત્રણેક વાગ્યે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાએ દોઢેક વર્ષ પહેલા ડિવોર્સ લઈ રવિભાઈ સાથે લવ મેરેજ કર્યા છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. પરિવારની મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા સહિતના બોલાવતા ન હોય આથી સતત વિચારવાયુ થવાના કારણે શંકાશીલ સ્વભાવ પણ થઈ ગયો હતો ગઈકાલે મગજ ભમતા પગલું ભરી લીધાનું પતિ રવિભાઈએ જણાવ્યું છે. વધુ તપાસ બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.