BREAKING NEWS

શાપરમાં ઘર પાસે રમતા ત્રણ વર્ષના બાળકને સ્કૂલ બસે અડફેટે લેતા મોત, શ્રમિક પરિવારમાં કલ્પાંત

  • August 20, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં ઘર પાસે રમતા ત્રણ વર્ષના બાળકને સ્કૂલ બસે અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળક અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા બસ ચાલકે ઠોકરે લેતા બનાવ બન્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા શાપર પોલીસ દોડી જઈ બસને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના વતની અને હાલ શાપરમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાખી કારખાનામાં મજૂરી કામ કરતા માનસિંહ જાદવનો ત્રણ વર્ષનો પુત્ર મહેન્દ્ર ઘર બહાર અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે પસાર થતી સ્કૂલ બસે બાળકને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃતક મહેન્દ્ર બે ભાઈ એક બહેનમાં નાનો હતો. અકસ્માત સર્જનાર સ્કૂલ બસ ચાલક સામે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application