વાડીએ ભાગીયુ રાખનાર શખસ ઓરડીમાં જુગાર રમાડતો હતો, ઘોઘાવદરમાં મકાનમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા: ગોંડલ તાલુકા પોલીસના દરોડા
ગોંડલ તાલુકા પોલીસે બેટાવડ ગામની સીમમાં વાડીએ દરોડો પાડી જુગાર રમતા મહિલા સહિત ૨૦ શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂ. ૫૨,૮૦૦ કબજે કર્યા હતાં. જયારે ઘોઘાવદર ગામમાં મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠને ઝડપી લીધા હતાં.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા દ્વારા દારૂ- જુગારની પ્રવૃત્તિઓ પર ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.આર. ડામોરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી સહદેવસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં ભાગીયુ રાખનાર ભુપતભાઈ મફાભાઈ ઠાકોર (રહે. બેટાવડ) વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસમાં મથકના સ્ટાફે દરોડો પાડી અહીં જુગાર રમતા એક મહિલા સહિત 20 શખસોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ભુપત ઠાકોર ઉપરાંત વિરલ પ્રજાપતિ, આશિષ જોરીયા, ચંદુ ઝિંઝુવાડીયા, દિલીપ ચૌહાણ, અનિલ સોલંકી, સુરેશ સરમારી, સુરેશ મકવાણા, કલ્પેશ સોલંકી, કનુ ઠાકોર, વિજય વાળા, દિનેશ ભીલ, અમૃત ઠાકોર, સાગર ગોસ્વામી, જયંતી ઠાકોર, ચંદુ સોલંકી, અશ્વિન ઠાકોર, દિનેશ ઠાકોર અને અનિલ ઠાકોર તથા મધુબેન ચંદુલાલ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 52,800 કબજે કર્યા હતા. જુગારના દરોડાની આ કામગીરીમાં પીએસઆઇ આર.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાણા, અજયસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયદીપભાઇ ધાધલ, ભગીરથભાઈ વાળા, રાજેન્દ્રસિંહ ગોહિલ અને જયસુખ જીંજાળા સાથે રહ્યા હતા.
ગોંડલ તાલુકા પોલીસે જુગારના અન્ય એક દરોડામાં ઘોઘાવદર ગામમાં બંધીયા જતા રોડ પર કનૈયાવાળી શેરીમાં પુષ્પાબેન મકવાણાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં પુષ્પાબેન બાબુભાઈ મકવાણા, હંસાબેન પરસોત્તમભાઈ મકવાણા, શીતલબેન પ્રકાશભાઈ મકવાણા, વિજય હકુભાઈ સાકરીયા, વિજય જેન્તીભાઈ સાકરીયા, હિતેશ કાનજીભાઈ મકવાણા, કિરીટ ભીખાભાઈ ધડુક અને મૌલિક બાબુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 15,020 કબજે કર્યા હતા.
વાદીપરામાં જુગાર રમતા બે
ઝડપાયા: બે શખસો નાસી ગયા
કોટડા સાંગાણી પોલીસ મથકના સ્ટાફે વાદીપરા ગામ સરકારી હોસ્પિટલ સામે જાહેરમાં જુગાર રમતા ભરત મોહનભાઈ ગાબુ અને મુકેશ ખીમજીભાઇ મેરને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન મનુ ભીમજીભાઇ ચૌહાણ અને વિશાલ જનકભાઈ દુધરેજીયા નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 21,200 કબજે કર્યા હતા.