પત્ની-બાળકોને ફરવા લઇ ગયા બાદ ઘરે આવી યુવકે ફાંસો ખાધો
પત્ની-બાળકોને ફરવા લઇ ગયા બાદ ઘરે આવી યુવકે ફાંસો ખાધો
August 27, 2026 03:05 PM
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર પરસાણાનગરમાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો અને હાલ કોઠારીયામાં પરસાણાનગરમાં રહેતા જીત્તુબીંદ ચેક્તુબીંદ (ઉ.વ.૩૧)ના યુવકે ચુંદડી પંખાના હૂંકમાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો, પત્ની રૂમમાં જોવા જતા પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવક કારખાનામ મજૂરી કામ કરતો હતો અને ગઈકાલે કારખાનામાં રજા હોવાથી પત્ની અને બે સંતાનને ફરવા લઇ ગયો હતો બાદમાં ઘરે આવી પગલું ભરી લીધું હતું. કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે