રાજકોટ વાવડીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. પ્રાપ્ત વિગત મુજબ વાવડીમાં પરીન ફર્નિચર પાછળ રાણીનગર સોસાયટી શેરી નંબર-8માં રહેતો ઋષિ શૈલેષભાઈ ભાલુ (ઉ.વ.23)નો યુવક ગઈકાલે સાંજે ઘરે હતો ત્યારે છતના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો, માતા બહારથી ઘરે આવતા પુત્રને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મૂકી હતી આથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા મથકના એએસઆઈ દિનેશભાઇ જોષી સહિતના દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.આપઘાત કરનાર યુવક એક બહેનમાં મોટો હતો અને પિતા ગેરેજ કામ કરતા હોય તેની સાથે કામ કરતો હતો. ક્યાં કારણોસર પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.