BREAKING NEWS

થાઈલેન્ડ પટાયામાં દેશભક્તિ ગુંજી, જૂનાગઢના યુવકે અધધ...13000 ફૂટ ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો

  • August 15, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢના યુવકે થાઈલેન્ડ પટાયામા ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ સ્કાય ડ્રાઇવ  દ્વારા વિદેશી ધરતી પર તિરંગો લહેરાવ્યો હતો. 

દેશભરમાં વિવિધ સ્થળોએ ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. પરંતુ જૂનાગઢના યુવકે વિદેશી ધરતી પર આકાશી ઉડાન ભરી તિરંગો લહેરાવ્યો હતો. આ અંગે વિગત મુજબ જૂનાગઢમાં રહેતા જય ગઢીયા થાયલેન્ડ પટાયાના પ્રવાસ દરમ્યાન આજે સ્વાતંત્ર્ય દિવસ પર્વ દિવસે ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ તિરંગા સાથે સ્કાય ડ્રાઇવ કરી હતી. પ્રતિ કિલોમીટર ૨૦૦ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. 


ઊંચાઈ પર ભારત માતાકી જય અને વંદે માતરમનો ગુંજારવ કર્યો હતો આ આકાશી ઉડાન પૂર્ણ કર્યા બાદ થાઈલેન્ડની વિદેશી ધરતી પર  તિરંગો લહેરાવ્યો હતો. અને અનોખી દેશભક્તિ દર્શાવી હતી.સંસ્થા દ્વારા યુવકને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application