BREAKING NEWS

દહેજ પોલીસ સ્ટેશનમાં ACBનો સપાટો: મૃતકના કાગળો આપવા માટે ₹60,000ની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

  • May 07, 2026 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. કીરપાલસિંહ જગદીશભાઈ સોલંકી આજે એસીબી (Anti-Corruption Bureau) ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. એક દુઃખદ અકસ્માત કેસમાં મરણના દાખલા માટે જરૂરી કાગળો આપવા જેવી સરકારી પ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચારના નાણાં માંગવા પોલીસકર્મીને ભારે પડી ગયા છે.


શું હતી સમગ્ર ઘટના?
જાન્યુઆરી મહિનામાં દહેજની એક ખાનગી કંપનીના સ્ટાફ મેમ્બરનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ અંગે દહેજ પોલીસમાં અકસ્માતે મોત (અ.મોત) નો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કીરપાલસિંહ સોલંકી પાસે હતી. મૃતકના પરિવારને મરણનો દાખલો કઢાવવા માટે 'અ.મોતની જાહેરાત' અને 'પી.એમ. નોટ'ની નકલ જોઈતી હતી. જ્યારે તેઓ આ કાગળો લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે હેડ કોન્સ્ટેબલે મદદ કરવાને બદલે ₹૧,૦૦,૦૦૦ ની મસમોટી લાંચ માંગી હતી. ઘણી વિનંતીઓ અને રકઝક બાદ લાંચની રકમ ₹૭૦,૦૦૦ નક્કી થઈ હતી.


​​​​​​​જાગૃત નાગરિકે ભણાવ્યો પાઠ

ફરિયાદી આ અન્યાયી માંગણી સામે ઝૂકવા માંગતા નહોતા. તેમણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ દહેજ પોલીસ સ્ટેશનની "વડદલા બીટ"ની ચેમ્બરમાં જ છટકું ગોઠવ્યું. હેડ કોન્સ્ટેબલ કીરપાલસિંહે ફરીથી રકમ માટે રકઝક કરી અને અંતે ₹૬૦,૦૦૦ સ્વીકાર્યા. જેવી રકમ હાથમાં આવી કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને ઝડપી લીધા. એસીબીએ સ્થળ પરથી લાંચના ₹૬૦,૦૦૦ પૂરેપૂરા રિકવર કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application