BREAKING NEWS

હોર્મુઝની ખાડીમાં અકસ્માત: દરિયાઈ સુરંગ સાથે અથડાતા 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભરેલા સુપરટેન્કરમાં ભીષણ આગ

  • October 17, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલા એક વિશાળ સુપરટેન્કરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શનિવારે ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર આ સુપરટેન્કર દરિયાઈ સુરંગ (Sea Mine) સાથે અથડાતા તેમાં ભીષણ આગ લાગી હતી.


૨૦ લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઈલ ભરેલું હતું
 
નિવેદનમાં જણાવ્યા અનુસાર આ સુપરટેન્કરમાં ૨૦ લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઈલ ભરેલું હતું. આ જહાજ યુએસ (અમેરિકા) લશ્કરના સમર્થનથી બંધ નેવિગેશન અને રડાર સિસ્ટમ સાથે હોર્મુઝની ખાડીમાંથી એક "બિનઅધિકૃત" માર્ગે પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.


ઈરાની નૌકાદળની કડક ચેતવણી
 
આ ઘટના બાદ IRGC નૌકાદળે સ્પષ્ટ શબ્દોમાં પુનરોચ્ચાર કર્યો છે કે હોર્મુઝની ખાડી અગાઉથી જ બંધ જાહેર કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ અને ક્રૂડ ઓઈલના પરિવહન પર મોટી અસર પડવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application