જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી સોંપી આપ્યો છે.
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમમુખ ડેલૂ એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા એલ.સી.બી.પો.ઇન્સ. જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.કે.કરમટા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો સાથે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ અરજણભાઈ કોડીયાતર તથા મયુદિન સૈયદ તથા વનરાજભાઈ મકવાણાને મળેલ હકિકત આધારે સરમત ગામના પાટીયા પાસેથી સિકકા પો.સ્ટે.એ ઇપીકો કલમ ૩૫૪ (ડી) ૫૦૯ ૧૧૪ વિગેરે મુજબના ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી મહેશભાઇ વાલાભાઇ ગોરફાડ જાતે સગર ઉ.વ.૩૭ રહે.હાલ રાજકોટ પુનીતનગર મુળ રહે.જામ રોજીવાળા તા.ભાણવડ જી.દેવભુમી દ્રવારકા વાળો મળી આવતા પકડી પાડી, મજકુર આરોપી વિધ્ધ પો.હેડ ઇન્સ. ધાનાભાઇ મોરી એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech