વડિયા મામલતદાર દ્રારા બાંટવા–દેવળી ગામે ટાયર બાળવાના પ્લાન્ટ પર કાર્યવાહી
વડિયા મામલતદાર દ્રારા બાંટવા–દેવળી ગામે ટાયર બાળવાના પ્લાન્ટ પર કાર્યવાહી
May 30, 2026 09:18 AM
વડિયાના બાટવા દેવળી ગામથી સ્ટેશન વાવડી ગામ જવાના રસ્તે ખેતીની જમીનમાં ટાયર બાળી તેમાંથી ઓઇલ જેવો પદાર્થ અને કાર્બન પાવડર બનાવવાનો પ્લાન્ટ જે તે વિસ્તારમાં ભયંકર પ્રદુષણ ફેલાવતો હોવા છતાં ઘણા સમયથી ચાલુ હોવાનુ લોકમુખે સાંભળવા મળતુ હતંુ. આ પ્લાન્ટને બધં કરવા માટે વડિયા મામલતદારને બાટવા દેવળી અને આસપાસના ગ્રામજનો અને આગેવાનો દ્રારા આવેદનપત્ર સાથે રજુવાતો કરવામાં આવતી હતી છતાં આ પ્લાન્ટ કોઈ મોટી રાજકીય ઓથથી અવિરત ચાલુ હોવાની વાતો સાંભળવા મળતી હતી.ત્યાર બાદ તત્રં દ્રારા બાંટવા દેવળીથી સ્ટેશન વાવડી તરફ જતા રસ્તે આવેલ ખોડાભાઈ બેચરભાઈ પરમારની ખેતીની વાડીની જમીનમાં આવેલ આ પ્લાન્ટમાં માર્ચ મહિનામાં તાત્કાલિન ઇન્ચાર્જ મામલતદાર કે.એ. સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્રારા કાર્યવાહી કરીને તા.૦૭–૦૩–૨૦૨૬ના રોજ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ અને પેટ્રોલિયમ એકટ ૧૯૩૪ તેમજ પેટ્રોલિયમ રૂલ્સ ૨૦૦૨ની જોગવાઈઓ મુજબ કુલ ૫૪,૭૮,૦૦૦નો જથ્થો સીઝ કરી તે જથ્થો સરકારી જાહેર કરી તેને સીઝ હત્પકમના કાયદા મુજબની બજવણી કરી હતી. ત્યારબાદ વડિયાના ઇન્ચાર્જ મામલતદારની જિલ્લ ા ટ્રાન્સફર થતા અને ચૂંટણી મહિનો શ થતા તત્રં ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી આ પ્લાન્ટ સીઝ હોવા છતાં તેની સાથે જોડાયેલા લોકો દ્રારા તંત્રની જાણે કોઈ બીક જ ના હોય તેમ નિયમોનો ઉલાળીયો કરી સીઝ કરેલા જથ્થાનો ઉપયોગ કરીને આ પ્લાન્ટ શ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ ચૂંટણી બાદ વડિયાના નવ નિયુકત મામલતદાર યોગેશ બારડ કે જેઓ જીએએસ કેડરના અધિકારી છે તેમને થતા તેને સમગ્ર વિગત તપાસી હતી. ત્યારબાદ સ્થળ તપાસ કરતા ત્યાં પૂર્વ મામલતદાર દ્રારા સીઝ કરવામાં આવેલાં જથ્થામાં ફેરફાર જણાતાને આ પ્લાન્ટ મુદ્દામાલ સીઝ કરાયા બાદ પણ શ કરાયો હોવાની વિગતો સામે આવતા વડિયા મામલતદાર દ્રારા આ પ્લાન્ટ સાથે જોડાયેલા ત્રણ શખ્સો સામે વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથક જેમ ચાતક વરસાદની રાહ જોતુ હોય તેમ રાહ જોતા હતા તે ઘટના બનતી સામે આવી અને મામલતદારની ફરિયાદના આધારે વડિયા પોલીસે ગુનો દાખલ કર્યેા તે મુજબમાં જણાવ્યા અનુસાર બાંટવા દેવળીથી સ્ટેશન વાવડી તરફ જતા રસ્તે આવેલ ખોડાભાઈ બેચરભાઈ પરમારની ખેતીની વાડીએ આવેલ યુનિટમાં થાણાથી ઉતરે કિ.મી.૦૭ દુર તા.૭–૩–૨૬થી તા.૨૧–૪–૨૬ દરમ્યાન કોઈપણ સમયે યુનીટ મેનેજર અર્જુનભાઈ દેવરાજભાઈ પાનસુરીયા (રહે. બાંટવા દેવળી), યુનિટ માલિક પિયુષભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. જેતપુર) તથા ટ્રક માલિક ડ્રાઈવર નૌશાદભાઈ રહીશભાઈ ચૌધરી (રહે.ઉજરાળા ઉતરપ્રદેશવાળા)ને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ અને પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ તથા પેટ્રોલીયમ રૂલ્સ ૨૦૦૨ની જોગવાઈઓ તળેથી કુલ રૂા.૫૪,૭૮,૦૦૦નો જથ્થો સીઝ કરી સરકારી જાહેર કરી અને સીઝ હત્પકમની કાયદા મુજબની બજવણી કરી અને સોપેલ હોય. આમ છતા યુનિટ મેનેજર અર્જુનભાઈ તથા યુનિટ માલિક પિયુષભાઈ તથા ટ્રક ડ્રાઈવર નવસાદભાઈએ સીઝ થયેલી અને સરકારી જાહેર થયેલ હત્પકમનો અનાદર કરી અને તે મિલ્કતના યુનીટને કપટતાપુર્વક પુન:શરૂ કરતા વડિયા મામલતદાર યોગેશ એન. બારડ દ્રારા પ્લાન્ટ સાથે જોડાયેલા લોકો સામે કાયદાનો ગાળિયો કસતા હવે ભીંસમાં મુકાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શું પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરશે? કે પછી આ યુનિટ આવનારા સમયમાં નિયમો નેવે મૂકીને ફરી ધમધમતું થશે? આવા અનેક સવાલો હાલ લોકમુખે ચર્ચાતા સાંભળવા મળી રહ્યા છે