BREAKING NEWS

પડ્યા પર પાટુ: એચ-વનબી વીઝા પર કડકાઈથી અમેરિકી ઉદ્યોગને જ નુકસાન

  • November 23, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકામાં એચ-વનબી વીઝાને લઈને કડકાઈ કરવાના પ્રયાસો વચ્ચે એક નવા સંશોધને આ ચચર્નિે નવો વળાંક આપ્યો છે. આ સંશોધન અનુસાર, વિદેશી ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોની નિમણૂક પર પ્રતિબંધ મૂકવાથી માત્ર પ્રવાસી કર્મચારીઓની તકો પર જ નહીં, પરંતુ અમેરિકી નાગરિકોની નોકરીઓ પર પણ તેની અસર પડી શકે છે. કેટો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત થયેલા આ સંશોધનમાં હેજ ફંડ કંપ્નીઓની કામગીરી અને એચ-વનબી વીઝા મારફતે થતી નિમણૂકોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં એચ-વનબી વીઝા પર કડકાઈતી અમેરિકી ઉદ્યોગોને જ નુકસાન થયાનું ખુલાસો થયો છે.



સંશોધનના તારણો મુજબ, જે કંપ્નીઓને વીઝા લોટરીમાં વધુ સફળતા મળી, તેમનું રોકાણ પ્રદર્શન વધુ સારું રહ્યું છે. આવી કંપ્નીઓએ ઓછી સફળતા મેળવનાર કંપ્નીઓની સરખામણીમાં વાર્ષિક જોખમ-સમાયોજિત વળતરમાં 3.28 ટકા પોઈન્ટ વધુ સારું પ્રદર્શન કર્યું છે. નિષ્ણાતોના મતે, વિદેશી કુશળ કર્મચારીઓ કંપ્નીઓની ઉત્પાદકતા અને વિસ્તરણમાં ફાળો આપે છે, જેનાથી નાણાકીય, વહીવટી અને અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારની માંગ વધી શકે છે.



ભારતીયોને મળેલા એચ-વનબી વીઝાના આંકડાઓ પર નજર કરીએ તો, 2024 સુધીના આંકડા મુજબ કુલ 3,99,395 મંજૂર અરજીઓમાંથી 71 ટકા હિસ્સો ભારતીયોનો છે. અહેવાલમાં એચ-વનબી વીઝાનો વાર્ષિક ક્વોટા 85,000 દશર્વિવામાં આવ્યો છે.
જોકે, આ સંશોધન માત્ર હેજ ફંડ ઉદ્યોગ પર આધારિત છે, જે દશર્વિે છે કે એચ-વનબી વીઝા પરના પ્રતિબંધોની અસર માત્ર વિદેશી વ્યાવસાયિકો પૂરતી સીમિત રહી શકતી નથી. તેનાથી અમેરિકી કંપ્નીઓની સ્પધર્ત્મિક ક્ષમતા અને સ્થાનિક રોજગારની તકો પણ પ્રભાવિત થઈ શકે છે. 


આ સાથે અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હેજ ફંડ એવી રોકાણ કંપ્નીઓ હોય છે જે મોટા રોકાણકારો અને સંસ્થાઓ પાસેથી ભંડોળ એકત્ર કરીને શેરબજાર અને બોન્ડ સહિતના વિવિધ નાણાકીય સાધનોમાં રોકાણ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application