BREAKING NEWS

અમેરિકામાં ફરી ટેકનિકલ ખામી સર્જાઈ વિમાની સેવા સહિતની વ્યવસ્થા ખોરવાઈ

  • November 23, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકામાં એક પછી એક મહત્ત્વની સેવાઓમાં સર્જાઈ રહેલી ટેકનિકલ ખામીઓ વચ્ચે રવિવારે એટલાન્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. ડેલ્ટા એરલાઇન્સની વિમાનોના વજન અને સંતુલનની ગણતરી કરતી ઓટોમેટિક સિસ્ટમમાં ખામી સર્જાતાં એટલાન્ટાથી ઊપડતી અને ત્યાં આવતી કંપ્નીની તમામ ફ્લાઇટને અસર થઈ હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના વડા જય ક્લેટને ચેતવણી આપી છે કે જૂની ટેકનોલોજી બદલવાની પ્રક્રિયા દરમિયાન આગામી દિવસોમાં પણ મહત્ત્વની સેવાઓ ખોરવાઈ શકે છે.



એટલાન્ટાના હાટ્ર્સફિલ્ડ જેક્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાયેલી ખામીના કારણે ડેલ્ટાની ફ્લાઇટમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટતા કરી હતી કે આ ખામી હવાઈ ટ્રાફિક નિયંત્રણની સરકારી સિસ્ટમમાં સર્જાઈ નહોતી. ડેલ્ટા એરલાઇન્સની પોતાની વજન અને સંતુલનની ગણતરી કરતી સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ હતી.



વિમાન ઉડાન ભરે તે પહેલાં તેનું કુલ વજન અને વજનની વહેંચણીની ગણતરી કરવી જરૂરી છે. મુસાફરો, સામાન અને ઇંધણના વજનના આધારે વિમાનનું સંતુલન યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. આ ગણતરીમાં ખામી રહે તો વિમાનની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. તેથી સિસ્ટમમાં ખામી સર્જાતાં ફ્લાઇટ મોડી કરવી પડી હતી. એટલાન્ટા ડેલ્ટા એરલાઇન્સનું સૌથી મોટું કેન્દ્ર છે અને દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. અહીં સર્જાયેલી ખામીના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે અન્ય એરલાઇન્સની ફ્લાઇટને સમાન પ્રકારની અસર થઈ નહોતી.



અમેરિકામાં છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન ટેકનિકલ ખામીઓના કારણે હવાઈ સેવા, બેંકિંગ અને ઇમેઇલ સહિતની સેવાઓ ખોરવાઈ છે. માઇક્રોસોફ્ટની સેવાઓમાં પણ ખામી સર્જાઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના નેટવર્કમાં કામચલાઉ વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો આવ્યા હતા.



આ ઘટનાઓ અંગે અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના વડા જય ક્લેટને જણાવ્યું છે કે સરકારી એજન્સીઓ અને ખાનગી કંપ્નીઓ જૂની ટેકનોલોજીને બદલીને નવી સિસ્ટમ અપ્નાવી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ખામીઓ અને સેવાઓમાં વિક્ષેપ અનિવાર્ય બની શકે છે.



ક્લેટને સ્પષ્ટ કર્યું હતું કે તાજેતરની ખામીઓ પાછળ કોઈ સંગઠિત અથવા વિદેશી સરકાર દ્વારા પ્રેરિત સાયબર હુમલો હોવાનું સામે આવ્યું નથી. જોકે, અન્ય કેટલીક સરકારી સંસ્થાઓ પર થયેલા સાયબર હુમલાના અહેવાલો અંગે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.


જૂની સિસ્ટમ બદલવી જરૂરી હોવા છતાં આ પ્રક્રિયા દરમિયાન આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવું અમેરિકી સરકાર અને કંપ્નીઓ માટે મોટો પડકાર બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application