મુસાફરોની સુવિધા, સારી રેલ કનેક્ટિવિટી તથા આધુનિક રેલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં રેલ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર ઓખા–અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન અને ટાઇમ ટેબલમાં ફેરફાર તથા માર્ગમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ, 2026થી અમલમાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદને બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે.
નવું ટાઇમ ટેબલ
ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ઓખાથી બપોર પછી 4:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન સાંજે 7:44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 19:49 વાગ્યે ઉપડશે. આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે ઉપડશે તથા 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ જ રીતે, ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સાબરમતીથી સવારે 06:15 વાગ્યે ઉપડશે. તે આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાજકોટ 09:31 વાગ્યે પહોંચશે અને 09:36 વાગ્યે ઉપડશે તથા 13:20 વાગ્યે ઓખા પહોંચશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.