પોરબંદરના ફીસરીઝ ટર્મિનલ વિસ્તારના બધં હાઈમસ્ટ ટાવર પુન: શરૂ થતા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટે મદદનીશ મત્સ્યધોગ નિયામકનો આભાર વ્યકત કર્યેા હતો.
પોરબંદર માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલ મઢવીએ પોરબંદર મદદનીશ મત્સ્યધોગ નિયામક તુષારભાઈ કોટીયાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ફીસરીઝ ટર્મિનલ ગેટની બાજુનો હાઈમસ્ટ ટાવર સંદર્ભે કરેલ રજુઆતને ધ્યાને લઈ માછીમારોને એ ટાવરની લાઈટો બધં હોવાને કારણે થતી તકલીફોનું ત્વરિત નિરાકરણ લાવી અને નિર્ણાયક સમયમાં એ હાયમસ્ટ ટાવરની લાઈટો ચાલુ કરાવી લાંબા સમયથી પ્રસ્તુત પ્રશ્ર્નનો ઉકેલ લાવવા બદલ માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ પોરબંદર આપનો આ હૃદયપુર્વક આભાર વ્યકત કરીએ છીએ અને આશા સેવીએ છીએ કે ભવિષ્યમાં પણ માછીમારોના પ્રશ્નોનું આપની કુનેહ અને સુઝબુઝ દ્રારા નિરાકરણ લાવશો તેમ જણાવ્યું હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech