BREAKING NEWS

તરઘડીની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સુવિધાના અભાવનો આક્ષેપ

  • September 21, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તરઘડીની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સુવિધાના અભાવ સહિતના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.જવાહર નવોદય વિદ્યાલય તરઘડી ખાતે શૈક્ષણિક સુવિધાઓના અભાવ તેમજ વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે વાલીઓને સાથે રાખીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થી પાંખ દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ ગંભીર મુદ્દાઓ તરફ વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વિદ્યાલયમાં કેટલાક મહત્વના વિષયોના શિક્ષકો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. આ કારણે વિદ્યાર્થીઓના નિયમિત અભ્યાસમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ બાબતે તાત્કાલિક તપાસ કરી યોગ્ય શિક્ષકોની વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. બીજું કેમ્પસમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, યોગ્ય લાઈટિંગ અને સિક્યુરિટી સ્ટાફ સહિતની અન્ય જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી તાકીદે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. ત્રીજું વિદ્યાલય કેમ્પસમાં આવેલા રહેણાંક મકાનો અને ક્વાર્ટર્સ ભારે બિસ્માર હાલતમાં છે. મકાનની સ્થિતિ, પાણી, વીજળી, પ્લમ્બિંગ, સ્વચ્છતા, છત અને દરવાજા-બારીઓ જેવી મૂળભૂત સુવિધાઓની તપાસ કરી તાત્કાલિક નવીનીકરણ અને સમારકામની કામગીરી શરૂ કરવા જણાવાયું છે. આ આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજ બગડા અને આટકોટ તાલુકા પંચાયત સભ્ય અજય વાસાણી સહીતનાના વડપણ હેઠળ કરવામાં આવી છે. આ મુદ્દાઓ વિદ્યાર્થીઓના શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલા હોવાથી, વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરાવી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application