નેપાળના વડાપ્રધાનના પિતાએ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો’તો
નેપાળના વડાપ્રધાનના પિતાએ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો’તો
November 25, 2026 03:39 PM
નેપાળના વડાપ્રધાનના પિતાએ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો’તો
ભારત આવેલા નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહના પિતાએ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં કરેલા અભ્યાસના દીવસોની તસ્વીર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ ભેટ આપી હતી.
ભારતના પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્વ શાહ બે દીવસ ભારતની સતાવાર મુલાકાતે આવ્યા છે. આ દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્વ શાહને સાંસ્કૃતિક અને ભાવનાત્મક ભેટ અર્પણ કરી હતી. જેમાં સૌથી ખાસ નેપાળના વડાપ્રધાનના પિતા રામનારાયણ શાહની જૂની તસ્વીર હતી. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રામનારાયણ શાહે પોસ્ટ ગ્રેજયુએટનો અભ્યાસ કર્યો હતો. તે સમયના દિવસોની તસ્વીર નેપાળના વડાપ્રધાનને અર્પણ કરી હતી. આ ભેટથી નેપાળના વડાપ્રધાનના પરિવારનો ગુજરાત સાથેનો જૂનો નાતો તાજા થયો હતો. તદઉપરાંત પીએમ મોદીએ નેપાળના વડાપ્રધાનને ગુજરાતના પરંપરાગત સાદેલી બોકસમાં મૂકેલો વારાણસીનો બનારસી બ્રોકેડ સીલ્ક સ્ટોલ અને સંપૂર્ણ રામાયણને દર્શાવતી હાથથી બનાવેલી કલમકારી કલાકૃતિ પણ ભેટ આપી હતી.