થોરાળામાં રહેતી 22 વર્ષીય યુવતીએ સોદાની બોટલ સમજી બોટલમાં ભરેલું ડીઝલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવતી જન્મજાતથી માનસિક બીમાર હોય આથી ધ્યાન ન રહેતા ભૂલથી ડીઝલ પી લીધું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ થોરાળામાં સર્વોદય સોસાયટીમાં રહેતી ચંપા કેશુભાઈ સોલંકી (ઉ.વ.22)એ તા.17ના બપોરે બારેક વાગ્યે ઘરે હતી ટાયરે ટીવી પાસે ડીઝલ ભરેલી બોટલમાંથી સોડા સમજી બે ત્રણ ઘૂંટ પી લેતા ઉલ્ટીઓ કરવા લાગી હતી. પરિવારજનોને જાણ થતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા લાંબી સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ બે બહેનમાં નાની હતી. પિતા કેશુભાઈ નિવૃત જીવન જીવે છે, પુત્રી જન્મ જાથી માનસિક બીમાર હોવાથી ભૂલમાં ડીઝલ પી લીધું હોવાનું સ્વજનોએ જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application