રાજકોટ : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિની અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો સંઘમપૂર્વક ઉપયોગ કરવો, સોનાની ખરીદી ન કરવી, વર્ક ફોર્મ હોમ સહિતની અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાનની અપીલના પગલે રાજ્ય સરકારો દ્વારા પણ મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ મંત્રીઓએ પોતાનો કાફલો ઘટાડી નાખ્યો છે. અલગ અલગ સરકારી વિભાગોમાં કરકસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસવાળાએ પોલીસ બેડામાં પણ આ ભાબત પણ ભાર મૂક્યો છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ કરકસરપૂર્વક કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ જણાવ્યું છે કે, પોલીસની કામગીરી દરમિયાન વતા બિનજરૂરી ખર્ચ પર અંકુશ મુકવા માટે શક્ય તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પરંતુ સાથોસાથે એ વાતનું પણ ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે કે પોલીસની મૂળભૂત ફરજ પ્રજાને સલામતી પૂરી પાડવી તેની સાથે કોઈ બાંધછોડ ન થાય. સિફતપૂર્વક ખર્ચમાં ઘટાડો કરશે. પરંતુ પેટ્રોલિંગ સહિતની બાબતોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં જેથી કરીને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. પોલીસ પ્રજાને સુરક્ષા અને સલામતી પૂરી પાડવા માટેની બાબતોમાં અસરકારક કામગીરીની સાથોસાવ ટાળી શકાય તેવા ખર્ચાઓ ન વાય તેના પર પણ ભાર મૂકાશે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, શહેર પોલીસ દ્વારા મુખ્યત્વે ચાર બાબતો પર વિશેષ રૂપે ધ્યાન કેન્દ્રિત કરી બિનજરૂરી ખર્ચ પણ અટકાવવા પ્રયાસ કરાશે. આ મહત્વની ચાર બાબતમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાઈકોર્ટમાં મુદત માટે રુબરૂ જવાના બદલે ઓનલાઈન જુબાની આપવી, વીઆઈપી પાયલોટિંગમાં પણ ફેરફાર કરવામાં આવશે. કેદી પાર્ટીમાં પણ અંકુશ મૂકાશે અને કેદીઓનું પ્રોડકશન ઓનલાઈન પાય તેના પર વધારે ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેર પોલીસને ફાળવવામાં આવેલા વાહનો પૈકી જે વાહનોનો ઉપયોગ જરૂરી ન હોય તેવા વાહનો હેડ કવાર્ટરમાં જમા લેવામાં આવશે. આ બાબતો પર પોલીસ ધ્યાન કેન્દ્રિત કરી બિનજરૂરી ખર્ચ અટકાવી પ્રજાની સલામતી અને સુરક્ષામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર કામગીરી કરતી રહેશે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે.