સતત થઈ રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે છેલ્લા છ દિવસથી સ્થગિત રાખવામાં આવેલી પવિત્ર અમરનાથ યાત્રા શનિવારથી ફરી એકવાર શ કરી દેવામાં આવી છે. હવામાનમાં સુધારો આવ્યા બાદ સ્થાનિક પ્રશાસન દ્રારા યાત્રા ફરી શ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણય લેવાતાની સાથે જ જમ્મુ ખાતે રોકાયેલા લગભગ ૧૫,૦૦૦ શ્રદ્ધાળુઓને ધામ તરફ રવાના કરવામાં આવ્યા છે.
માત્ર બાલતાલ માર્ગ પરથી જ મુસાફરીની મંજૂરી
પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ, શનિવારે વહેલી સવારે જમ્મુથી શ્રદ્ધાળુઓના જથ્થાને માત્ર બાલતાલ માર્ગ પરથી જ અમરનાથ ધામ તરફ જવાની મંજૂરી આપવામાં આવી છે. યારે બીજી તરફ પહલગામ માર્ગ પરથી યાત્રા ફરી શ કરવા અંગેનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. રસ્તાની વર્તમાન સ્થિતિ અને આગામી સમયમાં હવામાનના વલણને ધ્યાનમાં રાખીને પહલગામ ટ અંગે પાછળથી આખરી નિર્ણય લેવાશે.છ દિવસના લાંબા રાહ જોયા બાદ યારે જમ્મુમાં રોકાયેલા શિવભકતોને બાલતાલ માર્ગેથી યાત્રા શ થવાના સમાચાર મળ્યા, ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.ભકતોના ચહેરા પર અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર 'હર હર મહાદેવ' તથા 'જય બાબા બર્ફાની'ના જયઘોષથી ગુંજી ઉઠો હતો.
વૈષ્ણોદેવી યાત્રા પર નિર્ણય હજુ પેન્ડિંગ
બીજી તરફ, માતા વૈષ્ણોદેવીની યાત્રાને લઈને પ્રશાસન દ્રારા જણાવવામાં આવ્યું છે કે ત્યાંની પરિસ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. વૈષ્ણોદેવી યાત્રા સુચા પે શ કરવા કે અનુકૂળ નિર્ણય લેવા અંગેનો આખરી નિર્ણય હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે અને હવામાનની સ્થિતિ સ્પષ્ટ્ર થયા બાદ જ આગળનું અપડેટ આપવામાં આવશે.