સનાતન ધર્મ અને ખગોળ વિજ્ઞાન બંનેમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાને અત્યંત વિશિષ્ટ માનવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ નું પ્રથમ ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂર્ણિમાએ લાગ્યા બાદ હવે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આગામી ઓગસ્ટ મહિનામાં લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની રાત્રિએ આકાશમાં જોવા મળશે.
આકાશમાં દેખાશે લાલચોળ 'બ્લડ મૂન'
આ ગ્રહણ દરમિયાન એક રોમાંચક ખગોળીય ઘટના આકાર લેશે, જેમાં ચંદ્રનો આશરે ૯૩ ટકા ભાગ પૃથ્વીના ઘાટા પડછાયા પાછળ સંપૂર્ણપણે ઢંકાઈ જશે. પૃથ્વીના વાયુમંડળ સાથે સૂર્યના કિરણો ટકરાઈને ફંટાવાના કારણે ગ્રહણ દરમિયાન ચંદ્ર અદ્રશ્ય થવાને બદલે ઘેરા લાલ રંગનો ચમકતો દેખાશે, જેને વિજ્ઞાનની ભાષામાં 'બ્લડ મૂન' કહેવામાં આવે છે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં લાગશે.
ગ્રહણનો સમય અને ભારત પર તેની અસર
ભારતીય સમયાનુસાર, આ ચંદ્રગ્રહણ ૨૭ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ ની મધ્યરાત્રિએ શરૂ થશે.
ગ્રહણની શરૂઆત: ૨૮ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૬:૫૩ વાગ્યે થશે.
ગ્રહણની પૂર્ણાહુતિ: બપોરે ૧૨:૩૨ વાગ્યે થશે.
કુલ સમયગાળો: આ ગ્રહણ અંદાજે ૫ કલાક અને ૩૯ મિનિટ સુધી ચાલશે.
આ ગ્રહણનો સમય ભારતમાં સવારથી બપોર સુધીનો હોવાથી એટલે કે દિવસ હોવાના કારણે તે ભારતમાં બિલકુલ દેખાશે નહીં. આથી, ભારતમાં આ ચંદ્રગ્રહણનો કોઈ જ સૂતક કાળ માન્ય રહેશે નહીં અને તમામ પ્રકારના શુભ તેમજ માંગલિક કાર્યો કોઈપણ અડચણ વગર કરી શકાશે