BREAKING NEWS

મોંઘવારીનો વધુ એક ઝટકોઃ અમુલે દૂધ બાદ દહીમાં 5 રૂપિયા ભાવ વધાર્યો, લસ્સી પણ મોંઘી થઈ; જાણો નવો ભાવ

  • November 14, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે લોકપ્રિય બ્રાન્ડ 'અમૂલ' દ્વારા ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો આંચકો આપવામાં આવ્યો છે. અગાઉ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલે દહીં અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા ભાવ વધારા મુજબ દહીં અને લસ્સીની કિંમતોમાં પાંચ રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે સામાન્ય ગ્રાહકોના માસિક રસોડાનું બજેટ વધુ ખોરવાઈ જશે.   


નવા ભાવની વિગતો અનુસાર, એક કિલો દહીંના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે એક કિલો દહીં ૮૦ રૂપિયાથી વધીને સીધું ૮૫ રૂપિયા થઈ ગયું છે. આ ઉપરાંત, રોજિંદા વપરાશમાં લેવાતા ૩૮૦ ગ્રામ દહીંના ભાવમાં પણ ફેરફાર કરીને તેને ૩૫ રૂપિયાથી વધારીને ૩૭ રૂપિયા કરવામાં આવ્યા છે. બીજી તરફ, ખાસ કરીને પ્રસંગો કે મોટા પરિવારમાં વપરાતા એક કિલો દહીંના બકેટની કિંમતમાં પૂરા પાંચ રૂપિયાનો વધારો કરીને હવે તેને 120 રૂપિયા કરી દેવામાં આવી છે.   


માત્ર દહીં જ નહીં, પરંતુ યુવાનો અને બાળકોમાં લોકપ્રિય એવી 'અમૂલ રોઝ લસ્સી' ના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. અગાઉ જે લસ્સી 15 રૂપિયામાં મળતી હતી, તેના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરીને હવે 17 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. દૂધ બાદ દહીં અને લસ્સીના ભાવ વધવાથી મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધુ એક વખત વધારો થયો છે.   


ત્રણ દિવસ પહેલા દૂધમાં ભાવ વધાર્યો હતો

ત્રણ દિવસ પહેલા અમુલે અમુલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4નો વધારો કર્યો હતો. જ્યારે અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો.  દૂધ એ દરેક પરિવારની રોજિંદી જરૂરિયાત છે, ત્યારે અચાનક કરવામાં આવેલા આ ભાવવધારાથી દૈનિક વપરાશના ખર્ચમાં સીધો વધારો થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application