જામનગર: કંપનીઓ સામે લડયો એટલે રાજકીય શહીદ થયો: વિક્રમ માડમ
કલ્યાણપુર તાલુકાના ખીરસરામાં ખીલ્યા પૂર્વ સાંસદ: છોડયા વાંકબાણ
ભાજપે મારા પર કયારેય હાથ નાખ્યો નથી પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ કેન્સ ઇન્ડીયા સામે લડયો અને આઇટીની તપાસ આવી: જો કંપનીઓ સામે શરણે થયો હોત તો હું પણ ધનના ઢગલા પર બેઠો હોત
દિવાળીની રજાઓ પુરી થઇ, આવતી દિવાળી પહેલા લગભગ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ થઇ જશે, હવે વર્ષ નહીં પણ મહિનાઓ આડે રહ્યા છે ત્યારે રાજકીય પટ્ટમાં આતશબાજી શરૂ થશે, માહોલ ગરમાશે, આગ ઝરતા પ્રવચનો સાંભળવા મળશે ત્યારે બે દિવસ પહેલા કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં ખેડુતોની વિશાળ સભાને સંબોધતા પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે જોરદાર વાંકબાણ છોડયા હતા, અને એ બાબતનો સંકેત આપી દીધો હતો કે ચુંટણી પુર્વેની નેટ પ્રેકટીસ શરૂ થઇ ગઇ છે.
વિક્રમભાઇએ પોતાના પ્રવચનમાં અનેક બાબતોને આવરી લીધી હતી, ખાસ કરીને બે વાત એમણે મહત્વની કરી હતી જેમાં એક બાબત એ હતી કે લોકોના હિત ખાતર મેગા કંપનીઓ સામે તેઓ લડયા એટલા માટે જ રાજકીય શહીદી વહોરવી પડી જો બીજા રાજકારણીઓની જેમ કંપનીઓના કહ્યાગરા બની ગયા હોત તો આજે તેઓ પણ ધનના ઢગલા પર બેઠા હોત, બીજી વાત એ કરી હતી કે વર્ષોથી ભાજપ સામે લડે છે પરંતુ ભાજપે વ્યકિતગત એમના પર હાથ નાખવાની કોશિષ કરી નથી, કેન્દ્રમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ જામનગર-દ્વારકા જિલ્લાનાં લોકો માટે કેન્સ ઇન્ડીયા કંપની સામે લડયા હતા અને ઇન્કમટેકસની તપાસનો સામનો કરવો પડયો હતો, એમણે આપેલા પ્રવચનના અંશ નીચે મુજબ છે.
આજે એક રાઝ ખોલુ છું જે જાહેર મંચ પર ન બોલાય છતાં બોલું છું, મારી તકલીફ એ છે કે મારી લડાઇ મારી રીતે લડુ છું, મારું સુત્ર છે માંગવાથી ભીખ મળે, અધિકાર તો ઝુંટવીને લેવો પડે અને લીધો છે, છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષનો ઇતિહાસ છે કે મારી સરકાર સામે અઢી વર્ષ હું લડયો છું, કોઇ બીજુ નામ હોય તો આપો, કેન્સ ઇન્ડીયાની લડાઇમાં આ બન્ને જિલ્લા જાણે છે કે ખેડુતોને વીઘાના માત્ર રૂ.૧૫૦૦ મળવાના હતા પરંતુ મેં લડત ચલાવી તો રૂ.૩૭૦૦૦નો ભાવ મળ્યો.
આજે એક રહસ્ય ખોલુ છું જે આમ તો જાહેર મંચ પર ન બોલાય છતાં બોલું છું, આખી જીંદગી ભાજપ સામે નહીં નરેન્દ્ર મોદી સામે પાંચ મોટી લડાઇ કરી તેના તમે બધા સાક્ષી છો પણ કોઇ દિવસ ભાજપે ઇન્કમટેકસની મારા ઘરે નખાવી નથી, જયારે કોંગ્રેસનો સાંસદ હતો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે હું કેન્સ ઇન્ડીયા સામે લડયો અને ઇન્કમટેકસની તપાસનો સામનો કરવો પડયો.
ખંભાળીયા-કલ્યાણપુરમાં પીવાના પાણીની વર્તમાન કટોકટી તરફ ઇશારો કરતા એમણે એવો કટાક્ષ કર્યો હતો કે વિકાસના નાના-સૂના કામ થાય તો ધારાસભ્યો, સંસદસભ્ય, પોતાના અનુદાનમાંથી કામ થયા છે, પોતાના પ્રયત્નથી કામ થયા છે એવા ફોટા પડાવી અને અખબારમાં આપે છે ત્યારે કહેવાનું એ થાય છે કે હાલમાં ખંભાળીયામાં જે ભયંકર કટોકટી છે, પીવાનું પાણી મળતુ નથી ત્યારે આ સમસ્યા દુર કરવા માટે પ્રયત્નો કરવાનો કોણ ઇન્કાર કરે છે...આમ કહીને એમણે વર્તમાન લોકપ્રતિનિધિઓને આડે હાથ લીધા હતા.
એમના પ્રવચનમાં એક મહત્વનો અને વિચાર માંગી લેતો સાર એ પણ હતો કે મેગા કંપનીઓ સામે હંમેશા લડયા એટલા માટે જ એ શકિતશાળીઓએ રાજકીય રીતે