ગૌમાતા પ્રત્યે સન્માન અને રક્ષણની ભાવના સમાજમાં મજબૂત બને તે તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે.આ જ હેતુને ધ્યાનમાં રાખીને ગૌ સન્માન આહ્વ ાન અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે તા. ૭ મે ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સરદાર વઘ્ન ભભાઈ સ્ટેચ્યુ પાસે, બહુમાળી ભવનખાતે એકત્ર થયા બાદ સૌ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા તથા ગૌહત્યા પર કડક કાયદા અમલમાં આવે તે માટે પૂર્વ મામલતદારશ્રીને આવેદનપત્ર રજૂ કરવામાં આવશે તેમ કિશાન
ગૌશાળા દ્વારા જણાવવામાં આવ્યું છે. ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો રહી છે. ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન, માનવ આરોગ્ય અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે સીધી રીતે જોડાયેલી એક મહત્વપૂર્ણ કડી છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ લાંબા સમયથી દેશભરમાં ઉઠી રહી છે. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા અને ગૌસંવર્ધન માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તે માટે પણ સમાજના વિવિધ વર્ગો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગૌસેવા અને જીવદયા દ્વારા માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આ અભિયાનનો મુખ્ય હેતુ છે.આ કાર્યક્રમમાં રાજકોટના સાધુ-સંતો, ગૌપ્રેમીઓ, ગૌસેવકો, ગોપાલકો, ગૌશાળાઓ સાથે જોડાયેલા કાર્યકરો તથા મોટી સંખ્યામાં શહેરજનો જોડાશે. આ એક સામૂહિક જનજાગૃતિ અભિયાન છે, જે ગૌસન્માન અને જીવદયા માટે સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરે છે. રાજકોટમાં ગૌ સન્માન અભિયાન અંગેની વિશેષ માહિતીમાટે મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application