રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી મહા ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે આ વચ્ચે તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાન જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે તેની અડીને જ આવેલું એક કાયદેસર મકાનનીઓ છત પણ ધરાશય થઈ જતા મકાનમાં રહેતા હવાબેન અબ્દુલભાઇ કુરેશી નામના વૃધ્ધા ચિંતામાં આવી ગયા હતા અને ચક્કર આવી જતા બેભાન થઇ જવાથી કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા અને તાકીદે 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન વૃધ્ધાનું બીપી લો થઇ ગયાનું જણાતા તેમને સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ તંત્ર દ્વારા ભૂલ સ્વીકારી મકાનની છત બાંધી આપવાની પણ ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.