BREAKING NEWS

બસપોર્ટ પાછળ રાત્રીના બેકાબુ અલ્ટોકારે વાહનોને અડફેટે લીધા: ત્રણને ઇજા

  • August 01, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં રાત પડતા જ નબીરાઓ બેફામ સ્પીડે કાર હંકારી માનવ જિંદગીને જોખમમાં મુકતા હોવાના અનેક વાર બનાવ બન્યા છે . ત્યારે ગત રાત્રીના બસ પોર્ટ પાછળ અલ્ટો કારમાં નીકળેલા બે મિત્રોએ એકી સાથે પાંચ જેટલા વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને નાની મોટી ઇજા થવાથી સારવાર લીધી હતી. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને સ્થળ પરથી જ પરસાણા નગરમાં રહેતા બે શખ્સોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના જીજે-03-એલજી-1156 નંબરની એક અલ્ટો કાર બેફામ બનતા બસપોર્ટ નજીક એકસાથે પાંચેક વાહનને ઠોકરે ચડાવ્યા હતા. જેના લીધે બે વાહનોનોમાં ભારે નુકશાન થયું હતું, એક પછી એક ધડાધડ અવાજ આવતા આસપાસના લોકો દોડી ગયા હતા અને અફરાતફરી સર્જાઈ હતી, અકસ્માતને પગલે લોકોમાં ચાલકો સામે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ 108 અને પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને ઘવાયેલા વાહન ચાલકો નિશિત સંજયભાઈ રાણપરા (ઉ.વ.23-રહે જયરાજપ્લોટ)ને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તેમજ કારના ચાલક સુમિત ભુપતભાઇ વાઘેલા (ઉ.વ .20) અને તેની સાથેના કારમાં સવાર મનીષ વિનોદભાઈ પરમાર (ઉ.વ 35- બંને રહે. પરસાણાનગર, જામનગર રોડ)ની અટકાયત કરી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application