રાજકોટના કાળીપાટ નજીક 22 દિવસ પહેલા થયેલા પીકઅપવાનના અકસ્માતમાં ઘવાયેલા વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અગાઉ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ તા. 30 એપ્રિલના રોજ રાત્રીના સમયે મુસાફરો ભરીને જઈ રહેલું દૂધની હેરફેર માટેનું પીકઅપવાન કાળીપાટ પાસે કારને બચાવવા જતા પલ્ટી મારી ગયું હતું, જેમાં જસદણના દહીંસરાના ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા (ઉં. વ. 55)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મૂળ જસદણના દહીસરા ગામના વતની અને હાલ સુરત રહેતા જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ. ૨૭), તેમના પત્ની અંજલીબેન (ઉ.વ. ૨૫) અને તેમના ચાર સંતાનો - મિતલ (ઉંમર વર્ષ ૮), નતાશા (ઉંમર વર્ષ ૭), અનુસ (ઉંમર વર્ષ ૫) અને કાર્તિક (ઉંમર વર્ષ ૫) ટેમ્પો ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડ (રહે. વડાળી), માવજીભાઈ ગોપાલભાઈ લીંબડીયા (ઉંમર વર્ષ 55 રહે વડાળી) પ્રવીણભાઈ કરસનભાઈ ચાવડા (ઉંમર વર્ષ 45 રહે વડાળી), મહેશભાઈ ગોપાલભાઈ દેવીદાસભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ 27 રહે વડાળી સૂરજ ઉર્ફે સુરેશભાઈ ધીરુભાઈ ઉધરેજા (ઉંમર વર્ષ 30,રહે વડાળી)ને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન તા.6 મે ના રોજ સુરેશભાઈ ઉધરેજાનું મૃત્યુ નીપજ્યું હતું.
અનિલભાઈ અને તેમના પરિવારજનો સારવાર લઈને પ્રાઇવેટ હોસ્પિટલ કે પોતાના ઘરેથી સારવાર લેતા હતા. જોકે ગઈકાલે અનિલભાઈ અને તેમના પુત્રીને પરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમિયાન ગઈકાલે અનિલભાઈનું મૃત્યુ નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતના બનાવમાં મૃત્યુ આંક ત્રણએ પહોંચ્યો છે.