વેરાવળના ઓલમા એ એહલે સુન્નત દ્રારા રેલ મંત્રીને આવેદન
વેરાવળના ઓલમા એ એહલે સુન્નત દ્રારા રેલ મંત્રીને આવેદન
May 11, 2026 05:56 AM
મૌલાના તૌસિફ રઝાને બરેલી ટ્રેનમાં અમુક કટ્ટરપંથી ટોળા દ્રારા મારી નાખવામાં આવતા વેરાવળના તમામ ઓલમા એ એહલે સુન્નત એ રેલવે મંત્રાલયને આવેદન પાઠવ્યું છે. તા.૨૬૪ના રોજ બરેલી શરીફથી ટ્રેનમાં જઈ રહેલા એક આલિમ–એ–દીન મૌલાના તૌસીફ રઝા શહીદને ટ્રેનમાં કેટલાક કટ્ટરપંથી લોકોએ મારપીટ કરીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દઈ શહીદ કરી દીધા હતા. જેના વિરોધમાં વેરાવળના ઓલમા–એ–અહલે સુન્નત અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ તથા ખાદિમ–એ–૩૧૩ ટ્રસ્ટે વેરાવળ રેલ્વે સ્ટેશન અધીક્ષકના માધ્યમથી રેલ મંત્રી, ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ તથા રેલ્વે સાથે સંબંધિત તમામ જવાબદાર અધિકારીઓને લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે અપરાધીઓને તાત્કાલિક સખત કાયદાકીય સજા મળે, શહીદ મૌલાનાના પરિવારજનોને મોટી રકમનું વળતર આપવામાં આવે અને રેલ્વે સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી નફરતની આગનો શિકાર ન બને તેવી માંગ કરવામાં આવી છે.