વર્ષ ૨૦૨૪ આઈપીઓ માટે શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું છે. શેરબજાર આ વર્ષે વિક્રમી સપાટીએ પહોંચતાં પ્રાથમિક બજારમાં પણ ધમધમાટ જોવા મળ્યો હતો. આ વર્ષે ૯૦ મેઈનબોર્ડ કંપનીઓએ આઈપીઓ દ્રારા રેકોર્ડ ૧.૬૨ લાખ કરોડ પિયા એકત્ર કર્યા છે. યારે એસએમઈ સેગમેન્ટમાં ૨૩૮ કંપનીઓએ ૮૭૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કયુ હતું. જો આપણે વોડાફોનની ફોલો–ઓન પબ્લિક ઓફરમાં ૧૮,૦૦૦ કરોડ પિયા ઉમેરીએ તો આ વર્ષે એકત્ર કરાયેલી રકમ ૧.૮૭ લાખ કરોડ પિયા થશે. વિશ્લેષકો માને છે કે આગામી વર્ષે પણ આઈપીઓ માર્કેટ ધમધમતું રહેશે.
ડિસેમ્બર ૨૦૨૪માં ૧૫ આઈપીઓએ ૨૬,૦૨૪ કરોડ પિયા ઊભા કર્યા, કંપનીઓએ નવેમ્બરમાં ૩૦,૩૦૧ કરોડ પિયા અને ઓકટોબરમાં ૩૮,૭૦૧ કરોડ પિયા ઊભા કર્યા હતા. આ અઠવાડિયે ૩ આઈપીઓ લોન્ચ કરવામાં આવશે, જે પૈકી યુનિમેક એરોસ્પેસનો ૫૦૦ કરોડ પિયાનો આઈપીઓ મેઇનબોર્ડમાં લિસ્ટ થશે, ૮ આઈપીઓ લિસ્ટ થશે.
૭૫ કંપનીઓએ ૨૦૨૫માં આઈપીઓ લાવવા માટે સેબીને અરજી કરી છે. જો આ કંપનીઓનો આઈપીઓ આવે છે, તો આઈપીઓમાંથી ઉભી થયેલી રકમ ૨૦૨૫માં ૨.૫૦ લાખ કરોડ પિયાને પાર કરી શકે છે. ૨૦૨૫માં ઘણી મોટી કંપનીઓ માર્કેટમાં આવવા જઈ રહી છે. તેમાં જિઓ, સ્નેપડીલ, એનએસડીએલ, િલપકાર્ટ, ઇન્દિરા આઈવીએફ, હીરો ફિનકોર્પ, એચડીબી, એલજી ઈલેકટ્રોનિકસ અને હેકસાવેર ટેકનોલોજીનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech