મહિલા કર્મચારીનો હાથ પકડી જબરદસ્તી કરી : કર્મચારી વર્તુળોમાં ચકચાર
દ્વારકા એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ મહિલાની છેડતી કરતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દ્વારકામાં રહેતા અને એસ.ટી. વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાભાઈ હાથીયા દ્વારા ગઈકાલે સોમવાર તારીખ ૧૮ ના રોજ સવારના સમયે એક મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદાથી તેણીનો હાથ પકડી, તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. જે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં દેવાભાઈ હાથીયા સામે આઈપીસી કલમ ૩૫૪ મુજબ ગુનો નોંધાયો છે. જે પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech