BREAKING NEWS

મોબાઇલ દુકાનદારની હત્યાનો ભેદ ઉકેલાયો:પ્રેમસંબંધની શંકામાં હથિયારથી હુમલો કર્યો

  • August 28, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર ટાઉનમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ સાંજના ૪ થી ૫ વાગ્યાની વચ્ચે એક જઘન્ય હત્યાની ઘટના સામે આવી હતી. અહીં મોબાઇલ રિપેરિંગ અને એસેસરીઝનો ધંધો કરતા જસ્મીનભાઈ બેચરા નામના વેપારી પર એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાથ, પેટ અને ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે જસ્મીનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં સ્થળ પર હાજર રહેલા પ્રવીણ ગાંગાભાઈ બારૈયા નામના વ્યક્તિને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે માણાવદર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા આઈ.સી.યુ.માં રિફર કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ માણાવદર પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવી એફએસએલ સાથે ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું
આરોપી પ્રવીણ બારૈયા પણ આ બનાવ બાદ એકાદ અઠવાડિયા સુધી સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ મામલતદારની હાજરીમાં આરોપીની ઓળખ પરેડની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ ૩ વર્ષ પહેલાં મૃતક જસ્મીનભાઈ સાથે ઇન્દ્રા ગામની જમીનમાં ભાગબટાઈ તેમજ મોબાઈલના પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ થઈ હતી આ ઉપરાંત મૃતક અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા પણ આ હત્યા પાછળનું એક કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાની દેખરેખ હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ, દુકાનદારોના નિવેદનો અને મજબૂત પુરાવા મેળવીને આગળની તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application