જામનગરના ભાજપ અગ્રણી જુનાગઢના પ્રભારી મંત્રીએ મુખ્યમંત્રી સાથે કરી ગુફતગુ
જામનગરના ભાજપ અગ્રણી જુનાગઢના પ્રભારી મંત્રીએ મુખ્યમંત્રી સાથે કરી ગુફતગુ
November 12, 2025 01:59 PM
જુનાગઢના મુક્તિ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્ય અને પ્રભારી મુકેશભાઇ દાસાણી ઉપસ્થિત રહ્યા હતાં, જુનાગઢના મુકિત દિવસની રંગેચંગે ગત ૮ અને ૯ નવેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં જામનગરના ભાજપ અગ્રણી અને જુનાગઢના પ્રભારી મુકેશભાઇ દાસાણી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ શહેરના વિકાસ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો.
જામનગર શહેરમાં સંગઠ્ઠનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવ્યા બાદ મુકેશભાઇ દાસાણીને જુનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, એ પછી એમણે નવાબોના આ શહેરમાં અનેક ચૂંટણીઓમાં ભાજપ ભાજપ માટે મહત્વની કામગીરી કરી છે.