પૂર્વ ભારતીય મહિલા રેસલર બબીતા ફોગાટે બોલિવૂડ ફિલ્મ દંગલને લઈને મોટો ખુલાસો કર્યો છે. બોલિવૂડ ફિલ્મ દંગલ ગીતા અને બબીતા ફોગાટના જીવનથી પ્રેરિત હતી. બબીતા ફોગાટે જણાવ્યું કે દંગલ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી પરંતુ તેને મેકર્સ તરફથી નજીવી રકમ મળી હતી.
પૂર્વ ભારતીય મહિલા રેસલર બબીતા ફોગાટે બોલિવૂડ ફિલ્મ દંગલને લઈને મોટો ખુલાસો કર્યો છે. આમિર ખાન સ્ટારર ફિલ્મ દંગલ ગીતા, બબીતા અને તેમના પિતા મહાવીર ફોગાટની વાર્તાથી પ્રેરિત હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
કુસ્તીમાંથી નિવૃત્તિ લીધા પછી બબીતા ફોગાટે રાજકીય માર્ગ અપનાવ્યો અને ફિલ્મ દંગલની નાણાકીય વિગતો જાહેર કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા. જાણકારી અનુસાર ફિલ્મ દંગલ એ 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જોકે બબીતા ફોગાટે ખુલાસો કર્યો હતો કે તેના પરિવારને નિર્માતાઓ પાસેથી માત્ર 1 કરોડ રૂપિયા મળ્યા હતા.
બબીતા ફોગાટને એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, "જો દંગલ 2,000 કરોડ રૂપિયા કમાઈ હતી, તો ફોગાટ પરિવારને માત્ર 1 કરોડ રૂપિયા મળ્યા?" આના પર બબીતા ફોગાટે હા પાડી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ફોગાટ પરિવારને માત્ર 1 કરોડ રૂપિયા મળવાથી તે નિરાશ થયો છે? કારણ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી હતી, ત્યારે બબીતાએ કહ્યું કે તેના પરિવારનો હેતુ પ્રેમ અને સન્માન મેળવવાનો છે.
બબીતા ફોગાટે કહ્યું, "ના, પપ્પાએ એક વાત કહી હતી કે લોકોને પ્રેમ અને સન્માનની જરૂર છે." દંગલ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બબીતા, તેની મોટી બહેન ગીતા અને તેના પિતા મહાવીર ફોગાટની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે મહાવીર ફોગાટે તેમની દીકરીઓને ઉચ્ચ કક્ષાની કુસ્તીબાજો બનાવી, જેમણે દેશ માટે ઘણા મેડલ જીત્યા.
બબીતાની કારકિર્દી
બબીતા ફોગાટે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પછી 2014માં તેણે તેના પ્રદર્શનમાં સુધારો કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. બબીતાએ 2012માં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બબીતા 2016 રિયો ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીનો ભાગ હતી પરંતુ તે મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2019માં બબીતાએ કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી અને રાજકારણમાં તેની નવી ઇનિંગ શરૂ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech