BREAKING NEWS

બલુચ લિબરેશન આર્મીએ બસ ઉડાવી ૪૫ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયા

  • July 17, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાને અલગ બલુચિસ્તાન દેશ જાહેર કર્યા પછી બે દિવસમાં જ બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર વધુ એક મોટો હુમલો કર્યેા છે. બલુચિસ્તાનના માસ્તુંગમાં પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવતા હત્પમલામાં ૪૫ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. બલુચ લિબરેશન આર્મીની ચુનંદા ફતાહ સ્કવોડ એ મસ્તુંગના ખાડકોચામાં સુનિયોજિત ઓચિંતો હત્પમલો કરવાની જવાબદારી સ્વીકારી છે. તાજેતરના મહિનાઓમાં ફતાહ સ્કવોડ વારંવાર પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવી ચૂકી છે.આ વખતે ફતાહ સ્કવોડ એ પાકિસ્તાની સૈનિકો અને તેમની સુરક્ષા ટીમને લઈ જતી બસોના કાફલાને નિશાન બનાવ્યો હતો. ત્યારબાદ, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મોકલવામાં આવેલા વધારાના સૈનિકો પર પણ હત્પમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બલુચિસ્તાન પ્રાંતમાં મસ્તુંગ લાંબા સમયથી બળવાખોરોનો ગઢ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષેામાં આ જિલ્લામાં બલુચ લિબરેશન પાકિસ્તાની સુરક્ષા દળો પર અનેક મોટા હત્પમલા થયા છે. પાકિસ્તાનના કદની દ્રષ્ટ્રિએ સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનના દૂરના વિસ્તારોમાં
સૈનિકોને લઈ જવામાં પાકિસ્તાની સેનાને વધતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ તાજેતરના વર્ષેામાં પાકિસ્તાની સેના પર વારંવાર હત્પમલો કર્યેા છે. આ સશક્ર જૂથ બે દાયકાથી પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય છે, પરંતુ તાજેતરના વર્ષેામાં તેની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આ જૂથ જણાવે છે કે તેનો ઉદ્દેશ્ય બલુચિસ્તાનને પાકિસ્તાનથી સ્વતંત્રતા પ્રા કરવાનો છે.બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર અને સેના સામે રોષ દાયકાઓ જૂનો છે. પાકિસ્તાનની રચના થઈ ત્યારથી, આ પ્રાંતમાં ઇસ્લામાબાદમાં વિશ્વાસનો અભાવ રહ્યો છે. બલુચિસ્તાનના લોકો કહે છે કે તેમનો પ્રાંત ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે, પરંતુ આ સંસાધનોને પંજાબ અને અન્ય પ્રાંતોના લોકો લૂંટી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News