બેબો બની યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર
બલ્ક્પના અધિકારો માટે લડતી અભિનેત્રી યુનિસેફ સાથે 10 વર્ષથી સંકળાયેલી છે
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેની ફિલ્મોની સાથે-સાથે તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.કરીનાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. યુનિસેફ ઇન્ડિયાએ અભિનેત્રીને નેશનલ એમ્બેસેડર બનાવી છે. આ વાતની જાહેરાત કરીનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હંમેશા તેની ફિલ્મો અને તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. કરીનાની અગાઉની ફિલ્મ ક્રૂને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મ કમાણીના મામલામાં પણ સારી સાબિત થઈ છે. આ ફિલ્મમાં કરીના ઉપરાંત તબ્બુ અને કૃતિ સેનન પણ લીડ રોલમાં જોવા મળી હતી. હવે ફરી એકવાર કરીનાનું નામ ચર્ચામાં છે. અભિનેત્રીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
એક લાંબી નોટ પણ કરી છે પોસ્ટ
કરિના કપૂર ખાનને ગઈકાલે એટલે કે 4 મેના રોજ યુનિસેફ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય રાજદૂત જાહેર કરવામાં આવી છે. આ જાણકારી ખુદ કરીના કપૂરે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે અને એક લાંબી નોટ પણ પોસ્ટ કરી છે.
તેના કેપ્શન દ્વારા તેણે કહ્યું કે, આ દિવસ તેના માટે ખૂબ જ ઈમોશનલ હતો. કરીના કહે છે કે તે છેલ્લા 10 વર્ષથી યુનિસેફ સાથે કામ કરી રહી છે. આ 10 વર્ષોમાં તેમણે બાળકોના અધિકારો માટે કામ કર્યું છે. તે ભવિષ્યમાં પણ સંપૂર્ણ ઈમાનદારી સાથે આ સંસ્થા સાથે જોડાયેલી રહેશે.
કરીના કપૂરે ઇવેન્ટમાં આપી હતી હાજરી
કરીનાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, અમે અત્યાર સુધી જે પણ કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. હું હજુ પણ બાળકોના અધિકારો માટે પ્રતિબદ્ધ છું અને ભવિષ્યમાં પણ તેમના માટે કામ કરતી રહીશ. આ સિવાય હું મારી આખી ટીમનો પણ આભાર માનું છું. તમે લોકો મહિલાઓ અને બાળકોના અધિકારો માટે અથાક મહેનત કરી રહ્યા છો.
સેલિબ્રિટી એડવોકેટ તરીકે આ સંસ્થા સાથે જોડાયેલી છે
અભિનેત્રીએ આગળ લખ્યું, હું યુનિસેફ ઇન્ડિયાને પણ અભિનંદન આપવા માંગુ છું અને ભારતમાં બાળકોના જીવન પર તેમની અવિશ્વસનીય પ્રભાવના 75 વર્ષની ઉજવણી કરવા માંગુ છું. કરીના 2014થી સેલિબ્રિટી એડવોકેટ તરીકે આ સંસ્થા સાથે જોડાયેલી છે. કરીના કપૂરે તાજેતરમાં યુનિસેફ ફોર એવરી ચાઇલ્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL: કોહલીની RCB પ્લેઓફમાં પહોંચી, રોમાંચક મેચમાં CSKને હરાવ્યું
May 19, 2024 12:16 AMગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો
May 18, 2024 10:52 PMPrajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જાહેર, કોર્ટે SITને આપી પરવાનગી
May 18, 2024 10:41 PMરાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર મહિલાઓનો યોજાયો ફેશન શો
May 18, 2024 09:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech