ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું 28 થી 30 જૂન સુધી ધમાકેદાર આયોજન, 4000થી વધુ ગુજરાતીઓને મળશે ફિલ્મોનો આનંદ
ગુજરાતીઓની સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ ગ્લોબલ બનતી જાય છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં યોજાશે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિ 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાવા જઈ રહી છે.આ પહેલા અમેરિકાના 4 સ્થળોએ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. અમેરિકાના ન્યૂજર્સી, લોસ એન્જલસ, એટલાન્ટા અને શિકાગો ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો.
11 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024ની ટીમમાં ગુજરાતીની સાથે હિંદી ફિલ્મના ગુજરાતી કલાકારો પણ સામેલ થયા છે. ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર ફિલ્મ નિર્દેશક ઉમેશ શુકલા છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 2024ની સિઝન માટે જ્યુરી મેમ્બર્સમાં અભિનેત્રી ગોપી દેસાઈ, જય વસાવડા, સ્ટોર્મ એશવુડ, ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્યનો સમાવેશ થાય છે. સિડની ખાતે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 3 દિવસ માટે યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રહેતા અંદાજે 4000 થી વધુ ગુજરાતીઓ બેસ્ટ ગુજરાતી ફિલ્મોનો આનંદ માણશે.
સિડનીના આપેરા હાઉસ ખાતે યોજાશે ફેસ્ટીવલ
આ પહેલા અમેરિકાના 4 સ્થળોએ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. અમેરિકાના ન્યૂજર્સી, લોસ એન્જલસ, એટલાન્ટા અને શિકાગો ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં અંદાજે 5000 થી વધુ લોકોએ ગુજરાતી ફિલ્મોના આનંદ માણ્યો હતો. ચાલુ વર્ષે સિડનીના આપેરા હાઉસ ખાતે યોજાનારો ફિલ્મ ફેસ્ટિવલ દેશની પ્રાદેશિક ભાષાનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ બનશે.
નામી ગુજરાતી કલાકારો ભાગ લેશે
સિડનીના ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ કલાકારો સહભાગી બનશે. આ સાથે જ ગુજરાતી સંસ્કૃતિના અનોખા આ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મ રસિકો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સહભાગી બનશે. વર્ષ 2024ના ફિલ્મ ફેસ્ટિવલમાં દેવેન ભોજાણી, સિદ્ધાર્થ રાંદેરિયા, પાન નલિન, ઉમેશ શુક્લા, હિતુ કનોડિયા, જય વસાવડા, મલ્હાર ઠાકર, રૌનક કામદાર, પાર્થિવ ગોહિલ, ચેતન ધાનાણી, ગોપી દેસાઈ, માનસી પારેખ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર, પૂજા જોશી અને કિંજલ રાજપરિયા હાજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનથી રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ માટે વધુ બિલ ચૂકવવા ગ્રાહકો તૈયાર રહે
May 01, 2025 03:53 PMતને રાજકોટમાં રહેવા નથી દેવી, ઘોબા ઉપાડી લેવા છે, રેલનગરમાં પતિએ પત્નીને છરી ઝીંકી
May 01, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech