BREAKING NEWS

ગુજરાત શિક્ષણમાં મોટો ફેરફાર: શૈક્ષણિક ૨૭–૨૮થી ધોરણ–૯માં નવો અભ્યાસક્રમ

  • July 13, 2026 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા રાયની શિક્ષણ પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ અને દૂરગામી નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ ના અસરકારક અમલીકરણના ભાગપે, આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૭–૨૮થી રાયની તમામ શાળાઓમાં ધોરણ–૯ માટે સંપૂર્ણપણે નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના વિધાર્થીઓને રાષ્ટ્ર્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સ કરવાનો અને તેમની ગુણવત્તામાં વધારો કરવાનો છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી (પ્રથમ ભાષા) જેવા મુખ્ય વિષયોમાં હવે એનસીઈઆરટીના પાઠપુસ્તકો સીધા જ લાગુ કરવામાં આવશે. આનાથી વિધાર્થીઓને રાષ્ટ્ર્રીય કક્ષાના અભ્યાસક્રમ સાથે સીધો પરિચય થશે, જે તેમને ભવિષ્યની વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદપ થશે. મુખ્ય વિષયો સિવાયના અન્ય પ્રાદેશિક અને વૈકલ્પિક વિષયો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા નવા પાઠપુસ્તકો તૈયાર કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં ગુજરાતી, હિન્દી (દ્રિતીય ભાષા), સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ચિત્ર, સંગીત અને શારીરિક શિક્ષણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ પુસ્તકો તજજ્ઞો દ્રારા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી વિધાર્થીઓને સવાગી જ્ઞાન મળી રહે.
છેલ્લા એક દાયકા એટલે કે વર્ષ ૨૦૧૬–૧૭ પછી શિક્ષણ વિભાગ દ્રારા ધોરણ–૯ના અભ્યાસક્રમમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ સતત આધુનિક જરિયાતોને ધ્યાનમાં રાખીને ફેરફારો કરી રહ્યું છે, જેના ભાગપે અગાઉ ધોરણ ૧ થી ૧૨માં ૩૨ જેટલા પુસ્તકોમાં ફેરફાર કરી તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ () અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાય પાઠપુસ્તક મંડળ દ્રારા આ નવા પુસ્તકોનું સમયસર પ્રિન્ટિંગ કરીને તમામ શાળાઓ સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ વિધાર્થીઓને આ અભ્યાસક્રમ મળી રહે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News