BREAKING NEWS

વિંછિયાના છ ગામોના ખેડૂતો માટે મોટા સમાચાર: 7/12 ના ઉતારામાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર થશે

  • August 30, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ખેડૂતો માટે લાંબા સમય બાદ ભારે રાહતના સમાચાર સામે આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિંછિયા તાલુકાના છ ગામોની ખેતીની જમીનના 7/12 ના ઉતારામાંથી ઈકો સેન્સિટિવ ઝોન અંગેની નોંધ દૂર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને વહીવટી અડચણોમાંથી મુક્તિ મળવાનો માર્ગ મોકળો થયો છે.


સરકારના આ નિર્ણયથી ખાસ કરીને હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા એમ છ ગામોના ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે. અગાઉ 7/12 ના દસ્તાવેજોમાં ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હોવાને કારણે ખેડૂતોને પોતાની જમીન પર વિવિધ ખેતી વિષયક વિકાસકામો કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે આ નોંધ હટી જતાં ખેડૂતો પોતાની જમીનમાં સિંચાઈ માટે નવો કૂવો ખોદવા, બોરવેલ બનાવવા કે અન્ય જરૂરી સુધારા-વધારા સહેલાઈથી કરી શકશે.

રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ બાબતે સક્રિયતા દાખવી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ગ્રામજનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ હિંગોળગઢ અભયારણ્યની સુરક્ષા અને ખેડૂતોના પાકને વન્યજીવોથી બચાવવા માટે અભયારણ્યની ફરતે મજબૂત દીવાલ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. આગામી સમયમાં ખેડૂતો કુવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News