રાજકોટ મહાપાલિકામાં આજે જન્મ-મરણ નોંધણીની કામગીરી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી છે. ઇ ઓળખ પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરાઇ ત્યારથી રોજે રોજ સર્વર ડાઉન સહિતના વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય હવે મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આજ રોજ જન્મ-મરણ નોંધણી પ્રમાણપત્રની કામગીરી માટેનું સી.આર.એસ. વેબ પોર્ટલમેન્ટેનન્સના કારણે બંધ રહેવાનું હોય.સી.આર.એસ. પોર્ટલને લગત જન્મ-મરણ પ્રમાણપત્રને લગત સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે. આગામી તા.૯ ફેબ્રુઆરીને સોમવારથી સેવાઓ રાબેતા મુજબ શરૂ થઇ જશે.