બોલીવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે ધોરાજી પોલીસ “ફોર્સ” સાથે વાતચીત કરી
બોલીવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે ધોરાજી પોલીસ “ફોર્સ” સાથે વાતચીત કરી
March 27, 2026 11:15 AM
બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમ હાલ ધોરાજીમાં પોતાની ફિલ્મ ફોર્સ-3 નું શૂટિંગ કરી રહ્યા છે. આ શૂટિંગના આ શેડ્યુલ દરમિયાન બોલીવુડ અભિનેતાએ ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ ધોરાજી પોલીસ ફોર્સ સાથે વાતચીત કરી હતી અને તેની કામગીરી અંગે અવગત થયા હતા. ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજે તેમને પોલીસની કામગીરી અંગે મહત્વની માહિતી આપી હતી. જે જાણી તેવો પ્રભાવિત થયા હતા. આ તકે ધોરાજી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ગરચર તથા સ્ટાફ પણ હાજર રહ્યો હતો. અંતમાં બોલીવુડ એક્ટરે ગુજરાતીમાં પોલીસ જવાનોને કહ્યું હતું કે આપણે ફરીથી મળીશું