ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિશાલ ગર્ગ ક્રિસમસ 2021 પહેલા ત્રણ મિનિટના ઝૂમ કોલમાં 900 કર્મચારીઓને કાઢી મૂકીને "નિર્દય કોર્પોરેટ છટણી"નું વૈશ્વિક પ્રતીક બની ગયા હતા. હવે, તેમણે પોતે પણ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ગર્ગને બેટર હોમ્સ એન્ડ ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ (સીઈઓ) પદેથી દૂર કરવામાં આવ્યા છે, આ પગલાની વિશ્વભરમાંથી વ્યાપક પ્રતિક્રિયાઓ આવી છે.ઓગસ્ટની શરૂઆતમાં ગર્ગને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે એક અઠવાડિયા પહેલા બોર્ડમાં જોડાયેલા ડેનિયલ લુઇસને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બેટરના બોર્ડે જણાવ્યું હતું કે ગર્ગ સિવાયના તમામ ડિરેક્ટરોએ તેમને દૂર કરવા માટે સર્વાનુમતે મતદાન કર્યું હતું. સમગ્ર બોર્ડે ગર્ગની નિર્ણય લેવાની ક્ષમતા અને સ્વભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 2022થી 1.5 બિલિયન ડોલરનું નુકસાન અને શેરના ભાવમાં 90 ટકા ઘટાડો પણ ટાંકવામાં આવ્યો હતો.વિશાલ ગર્ગની બરતરફી તેની અસાધારણ કોર્પોરેટ સ્ટોરીમાં એક નવો વળાંક લાવે છે. પરંપરાગત મોર્ટગેજ પ્રક્રિયાથી હતાશ થયા પછી તેમણે બેટરની સ્થાપના કરી. ભારતમાં જન્મેલા અને ન્યૂ યોર્કમાં ઉછરેલા, ગર્ગે સ્ટુયવેસન્ટ હાઇ સ્કૂલ અને ન્યૂ યોર્કયુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કર્યો હતો. તેમણે અગાઉ ઓનલાઈન વિદ્યાર્થી ધિરાણકર્તા માયરીચઅંકલની સહ-સ્થાપના કરી હતી અને 2014માં બેટર શરૂ કર્યું હતું.કર્મચારીઓ સાથેના તેમના વર્તનથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. ડિસેમ્બર 2021માં, ગર્ગે અચાનક ઝૂમ કોલ પર 900થી વધુ કર્મચારીઓને જાણ કરી કે તેમને છૂટા કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ થયેલા હોબાળા વચ્ચે, તેઓ રજા પર ગયા અને પછી સીઈઓ તરીકે પાછા ફર્યા.પાંચ વર્ષ પછી, ગર્ગે સ્વીકાર્યું કે આ ઘટનાએ બેટરની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું. જોકે, તેઓ કહે છે કે કંપની જ્યારે રિકવરીના માર્ગ પર હતી ત્યારે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. સીએનએન સાથેની એક મુલાકાતમાં, તેમણે કહ્યું, અમે જીતી રહ્યા છીએ. અમે લોનનું પ્રમાણ ત્રણ ગણું કર્યું છે. અમે નફાકારકતાની નજીક છીએ. તેમણે વ્યવસાયને ફરીથી બનાવ્યા પછી બેટરની સ્થિતિને પાંચ-યાર્ડ લાઇન પર ગણાવી.મહામારીના પુનર્ધિરાણ તેજી દરમિયાન આઠ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી કંપનીનું બજાર મૂલ્ય હવે 300 મિલિયન ડોલર છે. વાર્ષિક વેચાણ 2021માં 1.5 બિલિયન ડોલરથી ઘટીને 2023 માં 70 મિલિયન ડોલર થઈ ગયું. ગર્ગ કહે છે કે આવક 2026 સુધીમાં 200 મિલિયન ડોલર સુધી પહોંચવાના માર્ગ પર છે. બેટર મોર્ટગેજ પ્રોસેસિંગને સ્વચાલિત કરવા અને હોમ-ઇક્વિટી ધિરાણમાં તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે એઆઈ પર આધાર રાખે છે.ગર્ગ પોતાની બરતરફી સ્વીકારી રહ્યા નથી. તેઓ પોતાનો સીઈઓ પદ પાછો મેળવવા માટે એક કાયદાકીય પેઢીની મદદ લઈ રહ્યા છે અને બેટર નફાકારક બને ત્યાં સુધી વાર્ષિક એક ડોલરના પગાર પર કામ કરવાની ઓફર કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેમને ખાસ મતદાન અધિકારો ધરાવતા શેરધારકોનો ટેકો છે. આ એ હકિકતની સ્વીકૃતિ છે કે હું 10 વર્ષથી આ કરી રહ્યો છું. મને લાગે છે કે બેટરનું ભવિષ્ય ઉજ્જવળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application