BREAKING NEWS

માળિયાહાટીના નજીક બે બાઇક અથડાતા CISF જવાનનું મોત

  • November 25, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માળીયાહાટીના નજીક બે બાઈક અથડાતા સીઆઇએસએફ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે સામેના બાઈક પર સવાર બેને ઇજા થઈ હતી. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
માળીયાહાટીના તાલુકાના વડાળા સીમમાં રહેતા અને 2005 થી સીઆઇએસએફ માં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ બહાદુરભાઈ સિસોદિયા હાલ દિલ્હી મેટ્રો ખાતે ફરજ પર હતા. 19 નવેમ્બરે દસ દિવસની રજા પર વતન વડાળા આવ્યા હતા.


સોમવારે દિગ્વિજયસિંહ કામ માટે માળીયાહાટીના બાઈક પર ગયા હતા. રાત્રે 8 વાગ્યે તેઓ માળીયા થી પરત વડાળા જતા હતા ત્યારે પેટ્રોલ પંપ નજીક સામેથી આવેલા બાઇક ચાલકે અથડાવતા દિગ્વિજયસિંહ ફંગોળાઈ ગયા હતા. અને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક માળીયાહાટીના સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કયર્િ હતા. જ્યારે સામેના બાઈક પર સવાર આંબેચાના રાજવીર ભલગરીયા અને પ્રિન્સ બેય યુવકોને પણ ઈજા થઈ હતી. 


સીઆઇએસએફ જવાનના મૃત્યુ અંગે તેના ભાઈ દૃપજ સિંહ સિસોદિયા એ આંબેચાના બાઈક ચાલક રાજવીર ભલગરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ 
ધરી છે. રજા પર આવેલા સીઆઇએસએફ જવાનું વાહન અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનુ મોજુ છવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application