BREAKING NEWS

શું માત્ર સૂર્યપ્રકાશમાં બેસવાથી જ શરીર માટે જરૂરી વિટામિન ડીની ઉણપ પૂરી થઈ જાય છે?

  • May 28, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 તબીબી સંશોધન મુજબ, હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા માટે વિટામિન ડી અનિવાર્ય છે


નવીનતમ હેલ્થ રિપોર્ટના આધારે વિટામિન ડી અને સૂર્યપ્રકાશ વચ્ચેનું સત્ય નીચે મુજબ છે

કુદરતી સ્ત્રોત
જ્યારે આપણી ત્વચા સૂર્યના અલ્ટ્રાવાયોલેટ બી (UVB) કિરણોના સંપર્કમાં આવે છે, ત્યારે શરીર જાતે જ વિટામિન ડી બનાવવાનું શરૂ કરે છે.
લાઈફસ્ટાઈલ નડતરરૂપ
નિષ્ણાતોના મતે, આજના સમયમાં વધારે સ્ક્રીન ટાઈમ, ઘરમાં સત્યત રહેવું, શરીર આખું ઢાંકેલું રાખવું અને વાયુ પ્રદૂષણ જેવા કારણોને લીધે પૂરતો તડકો શરીરને મળતો નથી.
ત્વચાનો રંગ (સ્કીન ટોન) અને બદલાતી ઋતુઓ પણ વિટામિન ડી બનવાની પ્રક્રિયાને અસર કરે છે. આથી જ પૂરતો સૂર્યપ્રકાશ મેળવ્યા પછી પણ કેટલાક લોકોમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે, જેના માટે સપ્લિમેન્ટ્સ લેવા પડે છે.

વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ પચાવવાનું કામ કરે છે. તેની લાંબી ઉણપથી બાળકોમાં રિકેટ્સ (સુખતાન), પુખ્ત વયના લોકો
માં ઓસ્ટિઓમલેશિયા અને વૃદ્ધોમાં હાડકાં બરડ થવાનો રોગ એટલે કે ઓસ્ટિઓપોરોસિસ થઈ શકે છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ વધે છે.
અન્ય લક્ષણો
શરીરમાં સતત કળતર અને અસહ્ય દુખાવો થવો, અતિશય થાક લાગવો અને વારંવાર મૂડ બદલાવો (મૂડ સ્વિંગ) જેવા લક્ષણો જોવા મળે છે.
નબળી ઇમ્યુનિટી
તેની અછતથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે વારંવાર શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધિત ચેપ (ઇન્ફેક્શન) લાગવાનું જોખમ વધી જાય છે.

તડકાનો સાચો સમય
અઠવાડિયામાં ૩ થી ૪ વખત સવારે અથવા સાંજના કુમળા તડકામાં ૧૫ થી ૩૦ મિનિટનો સમય વિતાવવો જોઈએ.
તમારા રોજિંદા ભોજનમાં દૂધ, ડેરી પ્રોડક્ટ્સ (પનીર, દહીં),  મશરૂમ અજેવી વસ્તુઓનો સમાવેશ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News