BREAKING NEWS

કોમેડી વિડિયો જોતી પરણિતાને અવાજ નાનો કરવાનું કહેતા ફાંસો ખાધો

  • October 13, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરિતા સોસાયટીમાં રહેતી પરણિતાએ સામાન્ય બાબતે અંતિમ પગલુ ભરી લેતા શોક છવાયો
શહેરના સરિતા સોસાયટીમાં રહેતી પરણિતા પોતાના મોબાઈલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે મોબાઈલનો અવાજ નાનો કરવાનું કહેતા તેને માંઠુ લાગી જતાં ચુંડવી વડે ફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટના અંગે બોરતળાવ પોલીસે પરણિતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. 
શહેરના સરિતા સોસાયટી, શેરી નંબર ૧૧માં રહેતી જયશ્રીબેન ગોપાલભાઈ (ઉં.વ.૨૫) પોતાના મોબાઈલ ફોનમાં કોઈ કોમેડી વિડિયો જોઈ રહી હતી ત્યારે તેને મોબાઈલનો અવાજ નાનો કરવાનું કહેતા જે વાતનું જયશ્રીબેને માંઠુ લાગી જતા ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસે દોડી જઈ જયશ્રીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગોપાલભાઈ ભુપતભાઈ ચૌહાણે આપેલા નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવની વધુ વિગત હાથ ધરી હતી. સામાન્ય બાબતે પરણિતાએ ભરેલા અંતિમ પગલાથી શોક છવાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application