BREAKING NEWS

વરસાદથી રસ્તાઓ ધોવાઇ જતા રાજયમાં હવે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓને પ્રાધાન્ય અપાશે

  • July 29, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારે વરસાદમાં રાજયના રસ્તાઓ ધોવાઈ જવાની સંખ્યાબધં ઘટનાઓ પછી સરકાર સફાળી જાગી છે અને ટે રાયના માર્ગ વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નવા રસ્તાઓના નિર્માણમાં સિમેન્ટ કોંક્રિટ રોડને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારે વરસાદમાં રસ્તા તૂટી જવાની સમસ્યા ઘટાડવા માટે ભારે વાહનોની અવરજવર ધરાવતા માર્ગેા અને ઔધોગિક વિસ્તારોમાં તબક્કાવાર આરસીસી રોડ બનાવાશે.
આ ઉપરાંત શહેરો સાથે ગામતળમાં યાં વારંવાર પાણી ભરાય છે અને યાં વરસાદી પાણીનું ઓવરટોપિંગ થાય છે ત્યાં પણ આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પણ તબક્કાવાર આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આરસીસી રોડથી રસ્તાઓનું આયુષ્ય વધશે, મરામત ખર્ચ ઘટશે અને લાંબા ગાળે વધુ ટકાઉ માર્ગ વ્યવસ્થા ઉભી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાય કેબિનેટ બેઠકમાં ભારે વરસાદ બાદની સ્થિતિ, રાહત કામગીરી, રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકની શઆતમાં
ભારે વરસાદમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કેબિનેટે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શન અને ૧૦ મેડલ જીતવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વર્ષ ૨૦૩૦માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે તેની નોંધ પણ લેવામાં આવી.
ભારે વરસાદથી રાયના અનેક વિસ્તારોમાં થયેલા નુકસાનની સમીક્ષા દરમિયાન અમદાવાદમાં અસરગ્રસ્ત દુકાનદારો અને લારી–ગલ્લા ધારકોને સહાય આપવા નિર્ણય લેવાયો છે. સુરતમાં અપનાવવામાં આવેલા મોડલની જેમ અમદાવાદમાં પણ પારદર્શક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે.
વરસાદ બાદ રાયના ૧,૯૯૭ ગામોમાં વીજ પુરવઠો તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં આવ્યો હોવાનું કેબિનેટમાં જણાવાયું. આ કામગીરી માટે ૩,૪૦૦થી વધુ વીજ કર્મચારીઓ અને ૯૦૦થી વધુ ટીમોએ મેદાનમાં કામગીરી કરી હતી. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને વીજ કર્મચારીઓની સલામતી માટે પૂરતા સેટી સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ તમામ ફિલ્ડ સ્ટાફને જરી સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાની સૂચના આપી હતી.
સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે વડાપ્રધાનના આહ્વાનને અનુસરી દર મહિને એક કલાક સ્વચ્છતા માટે ફાળવવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ જનપ્રતિનિધિઓ અને નાગરિકોને રવિવારે શ્રમદાન દ્રારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા હાકલ કરવામાં આવી છે.
કેબિનેટે રાયના માર્ગ વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નવા રસ્તાઓના નિર્માણમાં સિમેન્ટ કોંક્રિટ રોડને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારે વરસાદમાં રસ્તા તૂટી જવાની સમસ્યા ઘટાડવા માટે ભારે વાહનોની અવરજવર ધરાવતા માર્ગેા અને ઔધોગિક વિસ્તારોમાં તબક્કાવાર આરસીસી રોડ બનાવાશે.
આ ઉપરાંત શહેરો સાથે ગામતળમાં યાં વારંવાર પાણી ભરાય છે અને યાં વરસાદી પાણીનું ઓવરટોપિંગ થાય છે ત્યાં પણ આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પણ તબક્કાવાર આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આરસીસી રોડથી રસ્તાઓનું આયુષ્ય વધશે, મરામત ખર્ચ ઘટશે અને લાંબા ગાળે વધુ ટકાઉ માર્ગ વ્યવસ્થા ઉભી થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application