કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે નાગરિકતા નિયમો, ૨૦૦૯ માં સુધારા લાગુ કર્યા, જેમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓટીઆઈ) કાર્ડધારકો અને નાગરિકતા અરજીઓ સંબંધિત ઘણી પ્રક્રિયાઓમાં ડિજિટલ ઍકસેસ શરુ કરવામાં આવ્યા. પ્રકાશિત ગેઝેટ સૂચનામાં, સરકારે બાળકો સાથે સંકળાયેલી નાગરિકતા અરજીઓ માટે એક ખાસ જોગવાઈ ઉમેરી, જેમાં કહેવામાં આવ્યું છે કે સગીર બાળક એક સાથે બે પાસપોર્ટ એટલે કે ભારતીય પાસપોર્ટ અને બીજા દેશનો પાસપોર્ટ રાખી શકતો નથી.
નવા નિયમો, નાગરિકતા (સુધારા) નિષમો, ૨૦૨૬ હેઠળ, ઓટીઆઈ કાર્ડ નોંધણી અને નાગરિકતા છોડવાની અરજીઓ હવે સંપૂર્ણપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. ઓટીઆઈ છોડી દેવાની જાહેરાત કર્યા પછી, વ્યક્તિએ તેમનું મૂળ કાર્ડ નજીકના ભારતીય મિશન, પોસ્ટ અથવા ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસરને સબમિટ કરવું આવશ્યક છે.
સરકાર દ્વારા ઓટીઆઈ દરકો રદ કરવાની સ્થિતિમાં કાર્ડ પરત કરવું પણ ફરજિયાત રહેશે. જો કાર્ડ પરત ન કરવામાં આવે, તો પણ સરકાર તેને સત્તાવાર રીતે રદ કરી શકે છે. ઈ-ઓટીઆઈ ધારકોના કિસ્સામાં, સરકાર
તેના રેકોર્ડમાં ડિજિટલ રદ કરવાની નોંધણી કરી શકે છે. નવા નિયમો ડુપ્લિકેટ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂરિયાતને દૂર કરે છે અને ઈ -ઓટીઆઈ સિસ્ટમ રજૂ કરે છે, જેના હેઠળ અરજદારોને ભૌતિક ઓટીઆઈ કાર્ડ જારી કરી શકાય છે અથવા ડિજિટલ રીતે ઓટીઆઈ નોંધણી મેળવી શકાય છે.
નવા નિયમો ઓટીઆઈ અથવા નાગરિકતા અરજીના અસ્વીકારને પડકારવાનો અધિકાર પણ પ્રદાન કરે છે. આવા કેસોની સમીક્ષા હવે મૂળ નિર્ણય લેતી સત્તા કરતા એક સ્તર ઉપર સત્તા દ્વારા કરવામાં આવશે.
ઓટીઆઈ યોજના ૨૦૦૫ માં
નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ માં સુધારા દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ યોજના ભારતીય મૂળના વ્યક્તિઓને ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે, જો કે તેઓ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અથવા તે પછી ભારતના નાગરિક હોય, અથવા તે તારીખે નાગરિકતા માટે લાયક હોય. જો કે, જે વ્યક્તિઓ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિક છે અથવા રહી ચૂક્યા છે, અથવા જેમના માતાપિતા, દાદા-દાદી અથવા પરદાદા પાકિસ્તાન અવવા બાંગ્લાદેશના નાગરિક હતા, તેઓ આ યોજના માટે પાત્ર નથી.