BREAKING NEWS

માતા-પિતા માટે લાલબત્તી સમાન...ચિપ્સના પેકેટમાંથી નીકળ્યું પ્લાસ્ટિકનું રમકડું, બાળકે મોઢામાં નાખતા ગળામાં ફસાયું ને શ્વાસ રૂંધાતા મોત

  • November 20, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ઓડિશાના કંધમાલ જિલ્લામાંથી સામે આવ્યો છે. બ્રહ્મણીગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શિકારામહા ગામ નજીક મુસુમાહા પારામાં રણજીત પ્રધાન નામના પિતાએ પોતાના પુત્ર બિગિલને ચિપ્સનું પેકેટ લઈ દીધું હતું. બિગિલ આ ચિપ્સ ખાઇ રહ્યો હતો ત્યારે તેમાંથી એક પ્લાસ્ટિકની રમકડાની નાની બંદુક નીકળી હતી. જે બિગિલ રમતા રમતા તેના મોઢામાં આ રમકડું નાખી દીધું હતું. જોકે આ રમકડું તેના ગળામાં ફસાઈ જતા તેનો શ્વાસ રૂંધાઇ ગયો અને કરૂણ મોત નીપજ્યું હતું.


બિગિલ રમકડું રમી રહ્યો હતો ત્યારે ભૂલથી તેણે મોઢામાંથી નાખી દીધું હતું. જોકે રમકડાની બંદૂક તેના ગળામાં ફસાઈ ગઈ, જેના કારણે તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી. બાળકની હાલત બગડતી જોઈને તેના માતા-પિતાએ પોતે રમકડું કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. કારણ કે તે તેના ગળામાં ઊંડે સુધી ફસાઈ ગયું હતું. બિગિલનો શ્વાસ ઝડપથી રૂંધાઈ રહ્યો હતો. પરિવાર તાત્કાલિક બાળકને લગભગ 30 કિમી દૂર દારીંગબાડી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયો. રસ્તામાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેની તપાસ કરી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તેમણે બાળકને મૃત જાહેર કર્યું.


બાળકની શ્વાસનળી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. તેના ગળામાં ફસાઈ ગયેલા પ્લાસ્ટિકના રમકડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ દુ:ખદ ઘટનાએ આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવાર હવે આવા નાના પ્લાસ્ટિકના રમકડાં પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યો છે, જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application