રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ના કરદાતાને હવે મિલકતવેરાને લગતું કોઇ કામકાજ હોય તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જવું પડશે ! બન્યું છે એવું કે સેન્ટ્રલ ઝોન કચેરીના ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યાં આગળ ટેક્સ બ્રાન્ચ કાર્યરત હતી ત્યાં આગળ હવે નવરચિત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની ઓફિસ કાર્યરત થવાની હોય તે માટે ટેક્સ બ્રાન્ચ ખાલી કરાવીને ત્યાં આગળ રિનોવેશન શરૂ કરાયું છે. સામાન્ય બાબતે પણ અખબારી યાદી રિલીઝ કરતી મહાપાલિકાએ નાગરિકોને આ બાબતની જાહેર જનતાની જાણ અર્થે પ્રસિધ્ધ કરવાની તસ્દી પણ લીધી નથી !
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા એક આગવા વિઝન સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરાઇ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાંથી નિર્માણ થતા એક પણ પ્રોજેક્ટ વિલંબિત ન થાય, ખાસ કરીને સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટેની જરૂરી તમામ કામગીરી આ સેલમાં કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવામાં આવનાર ૩૫ ઇજનેરો કરશે. આ યુનિટ રાજકોટના વિકાસયાત્રાને આગળને ધપાવનાર બની રહેશે. ટેક્સ બ્રાન્ચના રૂમમાં નિર્માણ થનાર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)ને તેની કામગીરી માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવા હાલ આ વિશાળ ખંડને સંપૂર્ણ ખાલી કરી નવેસરથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, અહીં વોર રૂમ પણ બનશે જ્યાંથી મ્યુનિસિપલ કમિશનર દરરોજ મહાપાલિકાના દરેક પ્રોજેક્ટની ડે ટુ ડે અપડેટ મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application