વાડીપ્લોટ શાકમાર્કેટ પાસે આવેલા બગીચામાં શૌચાલય અને યુરીનલની સફાઈ કરવામાં આવી હતી.
વાડીપ્લોટ શાકમાર્કેટ પાસે આવેલા બગીચામાં શૌચાલય અને યુરીનલ બહાર અસહ્ય ગંદકી ફેલાઈ છે,ગાર્ડનમાં રમવા આવતા બાળકોને આ ગંદકીને લીધે રમી શકતા નથી,એક બાજુ અત્યારે તાવ,શરદી, ઉધરસનું વાયરલ ઇન્ફેકશન ફેલાઈ રહ્યું છે,તેવામાં બાળકો ફ્રેશ થવા માટે ગાર્ડનમાં રમવા આવે છે,પરંતુ આ ગંદકીને લીધે મરછર સહિત જીવજંતુના ઉપદ્રવને લીધે તે રમી શકતા નથી,ઉલટાના તે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગનો ભોગ બને છે.સ્થાનિક રહેવાસીઓ સહિત વેપારીઓ આ ગંદકીને લીધે હેરાન-પરેશાન છે.તેથી પાલિકાએ વહેલીતકે અહી સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ,જેથી બાળકો ગાર્ડનમાં છુટથી રમી શકે.
એક બાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરમાં વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે,બીજી બાજુ અનેક વિસ્તારો એવા છે કે,જેમાં ગંદકીએ માઝા મુકી દીધી છે અને ક્યાંક તો સફાઈ કર્મચારીઓ જ નગરપાલિકાના સત્તાધીશોને ઉંધા ચશ્મા પહેરાવીને સાફ સફાઈ કરતા હોવાનું જણાવી રહ્યા હોય તેવું વાડીપ્લોટની શાકમાર્કેટ પાસે જણાઈ રહ્યું હતુ.અહીંયા જાહેર શૌચાલય અને યુરીનલની ગંદકી તેની બહાર ફેલાઈ ગઈ હતી અને તેના કારણે શાકભાજી લેવા આવતા લોકોને પણ નાકે રૂમાલ દઈને આવું પડતુ હતુ. નગરપાલિકાના આ ગાર્ડનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ આ પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી યથાવત હતી. નિયમિત રીતે સફાઈ થતી હોય તો એક એક મહિનાથી આ રીતે ગંદકી કઈ રીતે ફેલાઇ? તેવો સવાલ અહીંયા આ દ્રશ્યો જોતા ઉઠવા પામ્યો હતો.
તેવી રજૂઆત અખબારના અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.તેના પગલે પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટીને વાડીપ્લોટ વિસ્તાર શાકમાર્કેટ પાસે આવેલા યુરીનલ તથા શૌેચાલય પાસે ગંદકી તેમજ કચરાની સાફસફાઈ થતી નથી તેવી ફરીયાદ આવતા સેનિટેશન કમિટીના ચેરમેન તથા છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખે તાત્કાલિક ધોરણે ત્યા પહોચી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ આજુબાજુના વેપારીઓને ખાસ કરીને જ્યાં ત્યાં કચરો નહી ફેંકવા અપીલ કરવામાં આવી છે.આ કામગીરીમાં સેનિટેશન કમિટીના ચેરમેન,છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ તેમજ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech