BREAKING NEWS

કોકરોચ જનતા પાર્ટી એ હવે બીસીઆઈ ચેરમેન મનન મિશ્રા સામે મોરચો ખોલ્યો

  • August 14, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નિર્ણય ફેરવી તોડયા બાદ પણ સીજેપી આક્રમક


યુવાનોએ બીજી લડાઈ જીતી લીધી છે. નાલસાર યુનિવર્સિટીમાંથી ૨૦૨૬માં સ્નાતક થનારા કોઈપણ વિધાર્થીની વકીલ તરીકે નોંધણી ન કરાવવી એવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્ણય સામે સીજેપી અને યુવાનોએ સોશિયલ મીડિયા ઝુંબેશ શ કરી હતી, જેના કારણે બીસીઆઈને થોડા કલાકોમાં જ પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી. વિવાદ વચ્ચે બીસીઆઈના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા ટીકાના ઘેરામાં આવ્યા, સીજેપીના પ્રવકતા સૌરવ દાસે એક વર્ષ દરમિયાન થયેલા . ૧૪ કરોડના ખર્ચનો હિસાબ માંગ્યો છે અને મનન મિશ્રાના રાજીનામાંની માંગણી કરી છે.
આ સમગ્ર મુદ્દો ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) દ્રારા જારી કરાયેલા એક આદેશથી ઉવ્યો, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે હૈદરાબાદમાં નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (નાલસાર) યુનિવર્સિટી ઓફ લોમાંથી ૨૦૨૬ માં સ્નાતક થનારા કોઈપણ વિધાર્થીને આગામી આદેશ સુધી વકીલ તરીકે નોંધણી ન કરાવવી.
દિક્ષાંત સમારોહ માટે મુખ્ય મહેમાન અંગેના વિવાદ બાદ બીસીઆઈએ આ આદેશ જારી કર્યેા. આ વિવાદ નાલસારના ૧,૪૦૦ વિધાર્થીઓમાંથી આશરે ૪૫૦ વિધાર્થીઓ દ્રારા શ કરાયેલા એક અભિયાનથી ઉભો થયો હતો, જેમણે સીજેઆઈ સૂર્યકાંતને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવાનો વિરોધ કર્યેા હતો.ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને નાલસાર યુનિવર્સિટી ઓફ લો કોન્વોકેશનમાં આમંત્રણ આપવાના વિરોધને લઈને ચાલી રહેલ વિવાદ વધુ વકર્યેા છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ વિરોધ કરી રહેલા વિધાર્થીઓની તપાસ કરવા અને વકીલ તરીકે તેમના પ્રવેશને રોકવાના નિર્દેશને પાછો ખેંચી લીધો છે. 'કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી) ના વિરોધ બાદ બીસીઆઈ એ આ નિર્ણય લીધો છે. વધુમાં, સીજેપી હવે બીસીઆઈ ના અધ્યક્ષ અને ભાજપના રાયસભા સાંસદ મનન કુમાર મિશ્રાના રાજીનામાની માંગણીનો સંકેત આપી રહ્યું છે.
સીજેપીના વિરોધ બાદ, કાઉન્સિલે નિર્ણય લીધો છે કે રાય બાર કાઉન્સિલ તમામ વિધાર્થીઓને વકીલ તરીકે નોંધણી સાથે આગળ વધી શકે છે. યુનિવર્સિટીનો તપાસ અહેવાલ પ્રા થયા પછી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. કાઉન્સિલે તેના સુધારેલા આદેશને આ આધાર પર આધારિત કર્યેા હતો કે મોટાભાગના વિધાર્થીઓ નિર્દેાષ છે. જો કે, તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચોક્કસ શિક્ષકો અને બહારના લોકોએ સીજેઆઈ સૂર્યકાંતને યુનિવર્સિટીમાં આમંત્રણ આપવા સામે વિરોધ પ્રદર્શનોને ઉશ્કેર્યા હતા. મનન મિશ્રા સ્પષ્ટ્રતા કરે છે: આગળ કોઈ કાર્યવાહીની જર નથી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application