ધોરાજી તાલુકા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ-૨૦૨૬ ભુતવડ ખાતે યોજાયો
ધોરાજી તાલુકા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ-૨૦૨૬ ભુતવડ ખાતે યોજાયો
August 26, 2026 09:48 AM
ધોરાજી તાલુકાના ભુતવડ ખાતે આજરોજ ધોરાજી તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિરણબેન દિલીપભાઈ ટાંક દ્વારા સંભાળવામાં આવ્યું હતું.વન મહોત્સવના આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકા પંચાયતના સભ્યો, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો, ધોરાજી શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ભુતવડ સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર અને જુનિયર કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા તથા હરિયાળું ગુજરાત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.વન મહોત્સવના માધ્યમથી પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌ સાથે મળીને કામગીરી કરે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનોએ વૃક્ષારોપણના અભિયાનમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો અને કાર્યકર્તાઓના ઉત્સાહથી ભુતવડ ખાતે યોજાયેલ ૭૭મા વન મહોત્સવ કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગના આરએફઓ નિહારિકાબેન પંડ્યા તથા તેમની સમગ્ર ટીમને ભારે જહમત ઉઠાવી હતી